પંચમહાલમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલી MGVCLની ટીમનો વિરોધ, ગ્રામજનોએ કહ્યું-આમને થાંભલા સાથે બાંધી દો, અહીં ગામમાં કોઇને મોબાઇલમાં રિચાર્જ કરતા નથી આવડતું અને અહીં આવીને મીટર બદલો છો

ગુજરાતમાં સ્માર્ટ મીટર મૂકવાને લઈને ઘણી જગ્યાએ એનો વિરોધ થયો થઇ રહ્યો છે. બિલ વધુ આવતું હોવાની ઘણી ફરિયાદો થઈ રહી છે. ગઈકાલે પંચમહાલ જિલ્લાના ગોધરાના અસારડી અને હાલોલના શિવરાજપુર ગામમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

દિવ્યભાસ્કરના મતે હાલોલના શિવરાજપુરા ગામની વાત કરીએ તો ગામમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી MGVCLની ટીમને ગ્રામજનોએ કામગરી શરૂ કરવાથી રોકી દીધી હતી. ગામલોકોના વિરોધને કારણે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી અંગે કોઈ આગોતરી સૂચના કે જાહેર જાણ કરવામાં આવી નહોતી. અચાનક પોલીસ બંદોબસ્ત સાથે વીજ કંપનીની ટીમ ગામમાં પહોંચતા લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. ગ્રામજનોના મતે, પૂર્વ ચર્ચા કે સમજૂતી વગર આ પ્રકારની કામગીરી કરવી યોગ્ય નથી.

વીજ કંપનીની ટીમ સાથે આવેલા પોલીસ બંદોબસ્તને જોઈ ગામલોકોએ વિરોધ નોંધાવ્યો હતો. બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને રકઝક થઈ હતી. પરિસ્થિતિ ન બગડે તે માટે પોલીસ દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ગ્રામજનોએ એકજૂટ થઈ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવી દીધી હતી. વિરોધ કરતા ગ્રામજનોનું કહેવું છે કે, સ્માર્ટ મીટર લાગ્યા બાદ વીજ બિલમાં વધારો થવાની ભીતિ છે. કેટલાક લોકોએ મીટરની પારદર્શિતા અને રીડિંગની વિશ્વસનીયતા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું કે સરકાર અથવા વીજ કંપનીએ પહેલેથી જાગૃતિ કાર્યક્રમો યોજી સમજ આપવી જોઈએ.

સ્માર્ટ મીટરના વિરોધમાં શિવરાજપુર ગામ ગઇકાલે સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ગામની તમામ દુકાનો, હાટબજાર અને નાના-મોટા ધંધા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા. ગામમાં એકતા દર્શાવવા વેપારીઓ અને યુવાનો પણ આગળ આવ્યા હતા. શિવરાજપુરમાં સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

MGVCL1
divyabhaskar.co.in

ગોધરા તાલુકાના અસારડી ગામમાં ગઇકાલે MGVCLની ટીમ ગામમાં સ્માર્ટ મીટર લગાવવા ગઇ હતી. આ દરમિયાન સ્માર્ટ મીટર લગાવવા ગયેલી એજન્સીની ટીમ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. સાથે જ ગ્રામજનોએ ટીમ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

તો અસારડી ગ્રામજનોએ સ્માર્ટમીટર લગાવવા ગયેલી ટીમ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. લોકો MGVCLની ટીમને ચીમકી આપતા કહે છે કે, ‘તમને એક મીટરે 80 રુપિયા કમિશન મળે છે એટલે મીટર બદલો છે. સોશિયલ મીડિયામાં વાયરસ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, ગ્રામજનો મીટરને ફરીથી બદલવા ધમકી આપતા સવાલ કરે છે કે કોને પુછીને તમે મીટર બદલો છો? તમને ઓથોરિટિ કોણે આપી? આમને થાંભલે બાંધી દો.. આખા ગામમાં બદલેલા મીટર પાછા લગાવવા પડશે. અહીં ગામમાં કોઇને મોબાઇલમાં રિચાર્જ કરતા નથી આવડતું અને અહીં આવીને મીટર બદલો છો. અહીંથી નીકળો બીજી વાર ગામમાં દેખાયા તો મારીને મૂકીશું.

આ ઘટનામાં MGVCLની ટીમના સભ્યો પાસેથી ગ્રામજનોએ 20 જેટલા સ્માર્ટ મીટર છીનવી લીધા હતા. આ મામલે MGVCLના ડેપ્યુટી એન્જિનિયરે કાકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, હસમુખસિંહ રાઠોડ નામના વ્યક્તિએ ટીમ સાથે ગેરવર્તન કરી સરકારી કામમાં અડચણ ઊભી કરી હતી. તેણે ટીમને ધમકાવીને જણાવ્યું હતું કે, આ ગામમાં કોઈ સ્માર્ટ મીટર લગાવવાના નથી.

MGVCL
MGVCL

આ ઉપરાંત એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, હસમુખસિંહ રાઠોડે બળજબરીપૂર્વક અને ગેરકાયદેસર રીતે ટીમ પાસેથી 20 નંગ સ્માર્ટ મીટર અને જરૂરી દસ્તાવેજો ધરાવતી પર્ફોમા બુક પણ છીનવી લીધી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કર્યો હતો અને અન્ય ગામોના લોકોને પણ વિરોધ કરવા ઉશ્કેર્યા હતા. આ સમગ્ર ઘટના અંગે MGVCLના અધિકારીની ફરિયાદના આધારે કાકણપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ મામલે કાકણપુર પોલીસના PI એસ.આઈ. કામોળે જણાવ્યું કે, હસમુખ સિંહ રાઠોડ નામના ઈસમે MGVCL એજન્સીના સ્માર્ટ મીટર ઇન્સ્ટોલર પાસેથી 20 નંગ મીટર ઝૂંટવી સોશિયલ મીડિયામાં પોસ્ટ અને વીડિયો વાયરલ કરી લોકોને ભ્રમિત કરવાનું કાર્ય કર્યું હોવાના મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે પ્રશાસન અને ગ્રામજનો વચ્ચે ચર્ચા દ્વારા ઉકેલ આવે છે કે નહીં.

શું છે સ્માર્ટ મીટર?

સ્માર્ટ મીટર અને સાદા મીટર વચ્ચે તફાવત એટલો છે કે, સાદા મીટરમાં વીજના વપરાશ પછી બીલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાય છે.

સાદા મીટરમાં બીલ રીડિંગ માટે કર્મચારી આવે છે, જ્યારે સ્માર્ટ મીટરમાં બીલ રીંડિંગની જરૂર પડતી નથી.

સાદા મીટરમાં બિલ આવે ત્યારે પૈસા ભરવા માટે જવું પડે છે, જ્યારે સ્માર્ટ મીટરમાં પહેલા રિચાર્જ કરાવવું પડે છે.

સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી નથી શકાતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાય છે.

About The Author

Top News

ગાંધીનગરમાં રિટાયર્ડ DySPના આંગણે પાર્ક કરેલી કારના નવા ટાયરો કાઢીને જૂના ટાયર લગાવી રફૂચક્કર થયા ચોર

ધીનગરમાં તસ્કરોને હવે લેશમાત્ર ભય રહ્યો નથી. ચોર પોલીસ અધિકારીઓના વાહનોને પણ નિશાન બનાવતા અચકાતા નથી. આવી જ કંઇક ઘટના...
Gujarat 
ગાંધીનગરમાં રિટાયર્ડ DySPના આંગણે પાર્ક કરેલી કારના નવા ટાયરો કાઢીને જૂના ટાયર લગાવી રફૂચક્કર થયા ચોર

જાતિ-ધર્મમુક્ત જાહેર થયું આ ગામ, ભેદભાવ કર્યો તો લાગશે આટલા રૂપિયા દંડ

મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના નેવાસા તાલુકામાં આવેલા સૌંદાલા ગામમાં સર્વાનુમતે એક ઐતિહાસિક ઠરાવ પસાર કરતા પોતાને જાતિમુક્ત જાહેર કરી દીધું છે....
National 
જાતિ-ધર્મમુક્ત જાહેર થયું આ ગામ, ભેદભાવ કર્યો તો લાગશે આટલા રૂપિયા દંડ

પંચમહાલમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલી MGVCLની ટીમનો વિરોધ, ગ્રામજનોએ કહ્યું-આમને થાંભલા સાથે બાંધી દો, અહીં ગામમાં કોઇને મોબાઇલમાં રિચાર્જ કરતા નથી આવડતું અને અહીં આવીને મીટર બદલો છો

ગુજરાતમાં સ્માર્ટ મીટર મૂકવાને લઈને ઘણી જગ્યાએ એનો વિરોધ થયો થઇ રહ્યો છે. બિલ વધુ આવતું હોવાની ઘણી ફરિયાદો થઈ...
Gujarat 
પંચમહાલમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલી MGVCLની ટીમનો વિરોધ, ગ્રામજનોએ કહ્યું-આમને થાંભલા સાથે બાંધી દો, અહીં ગામમાં કોઇને મોબાઇલમાં રિચાર્જ કરતા નથી આવડતું અને અહીં આવીને મીટર બદલો છો

‘મેં ઘણી વાર સુહાગરાત માટે કહ્યું, પરંતુ તે..’ પત્ની બોલી- ‘મારી સાથે છેતરપિંડી થઈ; મારો પતિ પુરુષ નથી

કાનપુરના કિશોર નગરની એક યુવતીએ પોતાના લગ્ન જીવનને લઈને ગંભીર આરોપ લગાવતા પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી...
National 
‘મેં ઘણી વાર સુહાગરાત માટે કહ્યું, પરંતુ તે..’ પત્ની બોલી- ‘મારી સાથે છેતરપિંડી થઈ; મારો પતિ પુરુષ નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.