દાહોદમાં ₹14.76 કરોડનું વીજ કૌભાંડ: મીટરમાં 'રેઝિસ્ટર' લગાવી ખેલ ખેલાયો, કર્મચારીઓ સામે ફરિયાદ

દાહોદ જિલ્લામાં વીજ મીટરોમાં છેડછાડ કરી મોટા પાયે વીજ ચોરી કરવાનું એક મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) ના કર્મચારીઓ અને ખાનગી એજન્સીના અધિકારીઓની મિલીભગતથી આચરાયેલા આ કૌભાંડમાં સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવ્યો છે. આ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Power-Theft2
divyabhaskar.co.in

તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

દાહોદ શહેર, ગ્રામ્ય, ઝાલોદ, લીમડી, લીમખેડા અને દેવગઢ બારીયા જેવા વિસ્તારોમાં લાંબા સમયથી વીજ વપરાશ ઓછો દેખાતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના આધારે 18 ઓગસ્ટ 2025થી 18 નવેમ્બર 2025 દરમિયાન વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસના મુખ્ય આંકડા:

કુલ તપાસાયેલા મીટર: 33,799

સીલ તૂટેલા મીટર: 1,609

રિઝસ્ટર લગાવી ચોરી કરાયેલા મીટર: 888

Power-Theft
Power Theft

કેવી રીતે આચરાતી હતી ચોરી? 

લેબોરેટરી તપાસમાં બહાર આવ્યું છે કે, મીટરમાં 'રિઝસ્ટર' (વીજ અવરોધક ઉપકરણ) લગાવી દેવામાં આવતું હતું. આ ઉપકરણને કારણે ગ્રાહક ગમે તેટલો વીજ વપરાશ કરે, પરંતુ મીટરમાં યુનિટ ખૂબ જ ઓછા નોંધાતા હતા. આ રીતે GERC ના ALHAF ફોર્મ્યુલા મુજબ અંદાજે રૂ. 10.71 કરોડની સીધી વીજ ચોરી પકડાઈ છે.

સ્માર્ટ મીટર બદલવામાં પણ ભ્રષ્ટાચાર

માત્ર જૂના જ નહીં, પણ નવા સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયામાં પણ ગંભીર અનિયમિતતા જોવા મળી છે. ઇન્ટેલિસ્માર્ટ એજન્સી દ્વારા બદલવામાં આવેલા 81 મીટરોમાંથી 50ની તપાસ કરતા, તેમાંથી 38 મીટરમાં અગાઉથી જ રેઝિસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા. આ ગેરરીતિને કારણે વધારાનું રૂ. 4.048 કરોડનું નુકસાન નોંધાયું છે. આમ, કુલ મળીને રૂ. 14.76 કરોડનું કૌભાંડ સપાટી પર આવ્યું છે.

પોલીસ કાર્યવાહી અને તપાસ

આ સમગ્ર પ્રકરણમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના આરોપ હેઠળ વીજ કંપનીના કર્મચારીઓ અને એજન્સીના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

DYSP જગદીશ ભંડારીના જણાવ્યા મુજબ: "તપાસમાં મોટાભાગના મીટરોમાં એકસરખી પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) જોવા મળી છે, જે સૂચવે છે કે આ એક સુનિયોજિત કાવતરું છે. આ સ્કેમમાં MGVCL ના કયા કર્મચારીઓ કે એજન્સીના માણસો સામેલ છે અને ગ્રાહકોને આમાં કોણે મદદ કરી, તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે. જે પણ દોષિત જણાશે તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."

હાલમાં પોલીસ દ્વારા તમામ શંકાસ્પદ દસ્તાવેજો અને પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં મોટા નામો ખુલવાની શક્યતા છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.