એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ માટે તરસે છે, તો કિશનગંજમાં એન્જિનયરોએ નદીને બદલે ખેતરની વચ્ચે પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. પરિસ્થિતિ એવી છે કે આ પુલ નીચેથી નદી કે નાળું વહેતું નથી.

અહીંના ખેડૂતો ખુશીથી ખેતી કરી રહ્યા છે. આ અનોખી અજાયબીને જોઈને, લોકો હવે કહી રહ્યા છે કે ‘NASA’વાળાઓએ પણ આ એન્જિનયરિંગ માર્વલને શોધવા માટે ઉપગ્રહ મોકલવો પડશે. આ ઘટના કિશનગંજ જિલ્લાના ટેઉસા પંચાયતની છે. અહીં ધૂમબસ્તી અને ઢેકસરા ગામ વચ્ચે રમઝાન નદી વહે છે. ગ્રામજનોની સુવિધા માટે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ લાખો રૂપિયાનો ખર્ચ કરીને એક પુલ તો બનાવવામાં આવ્યો, પરંતુ આ પુલ નદીથી ખૂબ દૂર એક ખેડૂતના ખેતરમાં બનીને તૈયાર થઇ ગયો.

bridge2
ndtv.in

આ પુલ નીચેથી તમને કોઈ નદી કે નાળું વહેતું નહીં દેખાય. ખેડૂતો તેની નીચે ખેતી કરતા જોવા મળશે. પુલની તસવીર જોઈને એવું લાગે છે કે આ વિસ્તારમાં ડાંગર, ઘઉં અને મકાઈના પાક ઉપરાંત, પુલની ખેતી પણ થવા લાગી છે. ગ્રામજનો આ પ્રોજેક્ટને લઇને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પુલ કોઇ કામનો નથી અને તેના નિર્માણ પાછળનો એકમાત્ર હેતુ સરકારી ભંડોળને લૂંટવાનો છે.

bridge1
ndtv.in

ગ્રામજનોએ જણાવ્યું કે જ્યાં પુલ બનાવવામાં આવ્યો છે ત્યાં કોઈ નદી કે નાળું વહેતું નથી. પરંતુ નદી પુલથી થોડે દૂર છે, જ્યાં ખાલી છે. લોકોનું કહેવું છે કે આ પુલનું શું કામ છે, જ્યારે પુલ ખેતરમાં હશે તો લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરશે. જ્યારે આ અંગે કિશનગંજ જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ રાજને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે તપાસ કરવામાં આવશે. આ મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે, અને જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.