- National
- સરકારે ખેડૂતને પૈસા આપવામાં વિલંબ કર્યો તો કોર્ટે કલેક્ટરની ગાડી અને ફર્નિચર જપ્ત કરવાનો આપ્યો આદેશ
સરકારે ખેડૂતને પૈસા આપવામાં વિલંબ કર્યો તો કોર્ટે કલેક્ટરની ગાડી અને ફર્નિચર જપ્ત કરવાનો આપ્યો આદેશ
મહારાષ્ટ્રની એક કોર્ટે કલેક્ટરની જંગમ મિલકત જપ્ત કરવા માટે વોરન્ટ જાહેર કર્યું છે. આ મુજબ, જો આદેશનું પાલન ન કરવામાં આવે તો કલેક્ટરની ગાડી અને ફર્નિચર પણ જપ્ત કરી શકાય છે. સિવિલ કોર્ટે હવે કોર્ટના આદેશનો અનાદર કરવા સામે કડક વલણ અપનાવ્યું છે, અને સ્પષ્ટપણે જણાવ્યું છે કે વિલંબ કર્યા વિના આના પર કાર્યવાહી કરવી જોઈએ.
શું છે મામલો?
આજ તકના અહેવાલ મુજબ, આ સમગ્ર મામલો વર્ષ 2006ના જમીન સંપાદનના એક સિવિલ કેસ સાથે જોડાયેલોછે. એવો આરોપ છે કે જિલ્લા વહીવટીતંત્રએ સિંચાઈ પ્રોજેક્ટ માટે સંપાદિત જમીન માટે ખેડૂતોને વધારાનું વળતર ચૂકવવામાં વિલંબ કર્યો. આ કેસમાં ઔરંગાબાદ સિવિલ કોર્ટે (સીનિયર વિભાગે) બજરંગ હરિચંદ ટાટૂ નામના વ્યક્તિની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.
કોર્ટના આદેશ મુજબ, વ્યક્તિને શાસન તરફથી 2 કરોડ, 22 લાખ, 61 હજાર, 19 રૂપિયા ચૂકવવાના હતા. જોકે, 3 વર્ષ બાદ પણ એ વ્યક્તિને પૈસા ચૂકવવામાં આવ્યા નથી. ત્યારબાદ, કોર્ટે હવે કડક વલણ અપનાવ્યું છે. સિવિલ કોર્ટે હવે આ કેસમાં ‘વોરન્ટ ઓફ એટેચમેન્ટ’ જાહેર કર્યું છે. આનો મતલબ કે જો સરકાર તાત્કાલિક હરિચંદને ચૂકવણી નહીં કરે, તો સરકારની જંગમ મિલકત જપ્ત કરી શકાય છે. આ હેઠળ, છત્રપતિ સંભાજીનગર કલેક્ટર કચેરીની ગાડીઓ અને ઓફિસ ફર્નિચર પણ એટેચ કરી શકાય છે.
સિવિલ કોર્ટે આદેશ આપ્યો છે, વોરન્ટનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે. સાથે જ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી હાઇકોર્ટ અથવા કોઈ ઉચ્ચ કોર્ટ તરફથી કહેવામાં આવતું નથી, ત્યાં સુધી જપ્તીની કાર્યવાહી વિલંબ વિના કરવામાં આવે. તો, આ આખા કેસમાં લઘુ સિંચાઈ વિભાગે લેખિતમાં આશ્વાસન આપ્યું છે કે ખેડૂતોને 8 અઠવાડિયામાં તેમનું વધેલું વળતર મળી જશે. વિભાગના એક એન્જિનિયરે કોર્ટને અપીલ કરી કે, આ સમયગાળા દરમિયાન સરકારી મિલકત જપ્તી પર પ્રતિબંધ લગાવવામાં આવે.

