- National
- સ્મશાનગૃહમાં જવાનો રસ્તો ન આપ્યો તો દલિત પરિવારે ચાર રસ્તા પર જ કરી દીધા અંતિમ સંસ્કાર
સ્મશાનગૃહમાં જવાનો રસ્તો ન આપ્યો તો દલિત પરિવારે ચાર રસ્તા પર જ કરી દીધા અંતિમ સંસ્કાર
બિહારના વૈશાલી જિલ્લામાંથી એક એવી તસવીર સામે આવી છે જેણે માનવતા અને વહીવટી તંત્ર બંનેને હચમચાવી દીધા છે. અહીં એક મહાદલિત પરિવારની વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનગૃહ સુધી જવાનો રસ્તો ન મળ્યો, તો તેણે મજબૂરીમાં ચાર રસ્તા પર જ મૃતદેહના અગ્નિસંસ્કાર કરી દીધા.
આ ઘટના ગરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના સોંધો મુબારકપુર માંઝી ટોલાની છે. અહીંની રહેવાસી 91 વર્ષીય ઝાપકી દેવીનું અવસાન થઇ ગઇ ગયું હતું. જ્યારે પરિવારના સભ્યો મૃતદેહ લઈને સ્મશાનગૃહ તરફ આગળ વધ્યા ત્યારે તેમને રોકાવું પડ્યું. પરિવારજનોનો આરોપ છે કે સ્થાનિક દુકાનદારોએ સ્મશાનગૃહ તરફ જતા જાહેર રસ્તા પર અતિક્રમણ કરી રાખ્યું છે અને તેમને આગળ વધતા રોકવામાં આવ્યા.
https://twitter.com/firstbiharnews/status/2016836012744593495?s=20
ઘણા લાંબા સમય સુધી વિનંતી કરવા અને વિવાદ છતા જ્યારે રસ્તો ન મળ્યો, ત્યારે ગુસ્સે ભરાયેલા અને દુઃખી પરિવારજનોએ રસ્તા વચ્ચે જ ચિતા તૈયાર કરી અને મૃતદેહના અગ્નિસંસ્કાર કરી દીધા. રસ્તાની વચ્ચે સળગતી ચિતાની આ તસવીર વહીવટીતંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તો ઘણા સમયથી બંધ છે અને ફરિયાદો કરવા છતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સંદેશ માઝી (મૃતકના પુત્ર)એ કહ્યું કે, જ્યારે અમને સ્મશાનમાં જવાનો રસ્તો આપવામાં ન આવ્યો, ત્યારે અમારી પાસે બીજો શું વિકલ્પ હતો? અમે મજબૂરીમાં રસ્તા પર અંતિમ સંસ્કાર કરી દીધા. સ્થાનિક દુકાનદાર શંકર ઠાકુરે કહ્યું, પહેલાં રસ્તો હતો, પરંતુ હવે જવા દેવાતા નથી. અંતિમ સંસ્કાર પહેલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ મૂકદર્શક બની રહી અને જતી રહી.
ઘટનાએ જોર પકડ્યા બાદ, વૈશાલી જિલ્લા મેજિસ્ટ્રેટ વર્ષા સિંહે આ મામલાને ગંભીરતાથી લીધો. જોકે અધિકારીઓ હજુ પણ કેમેરા સામે આવતા બચી રહ્યા છે, એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. મહુઆના SDO, DSP અને ગઢૌલના BDO સંયુક્ત તપાસ કરશે.
વહીવટીતંત્રનો દાવો છે કે અતિક્રમણ કરનારાઓ અને બેદરકારી દાખવનારાઓ દોષીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક જનપ્રતિનિધિ રૂબી દેવીએ તેને ખૂબ જ દુઃખદ અને ખોટી ઘટના ગણાવી. તેમણે કહ્યું કે તમામ પક્ષો સાથે બેસીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ પરિવારને આવા દિવસનો સામનો ન કરવો પડે

