- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 07-01- 2026
વાર- બુધવાર
મેષ - નોકરી ધંધા માટે પ્રગતિકારક દિવસ, ઘર પરિવારમાં લાગણી વધે, ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી.
વૃષભ - કોઈપણ સાહસ કરવાથી બચો, અકારણના વિવાદોથી દૂર રહો, ભાઈ બહેનોની સલાહથી આગળ વધો.
મિથુન - બહારના ખાવા પીવાથી દૂર રહો, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, ધાર્મિક સ્થાનની મુલાકાત લો.
કર્ક - પારિવારિક સમસ્યાઓનો અંત લાવી શકો, ભાગીદાર સાથેના મતભેદ ટાળો, નવા લોકોથી મુલાકાત થાય.
સિંહ - તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, શત્રુઓનું તમારા તરફી વલણ બદલાય, વડીલવર્ગને મળી આનંદ રહે.
કન્યા - સંતાનો તરફથી ચિંતાઓમાં ઘટાડો થાય, તમારા જ્ઞાનથી કામ સરળ બંને, લોકો તમારાથી ખુશ રહે.
તુલા - તમે વધુ ઉત્સાહથી નોકરી ધંધામાં ધ્યાન આપી શકશો, પિતા તરફથી લાભ થશે, ઉપરી વર્ગની સલાહથી ચાલો.
વૃશ્ચિક - હરવા ફરવામાં આનંદ રહે, ઘરેલુ વસ્તુઓ પાછળ ખર્ચ વધે, સાહસથી સફળતા અવશ્ય મળશે.
ધન - તમારા ધનમાં વૃદ્ધિ થાય, સાથે ઘરમાં ખર્ચાના પ્રસંગ પણ બને, તમારી ઓળખાણોનો દૂર ઉપયોગ ન થાય ધ્યાન રાખવુ.
મકર - માનસિક તણાવમાં વધારો થાય, ચીડ ચીડિયા સ્વભાવથી નુકસાન થાય, લાગણીઓ ઉપર કાબુ રાખવો જરૂરી.
કુંભ - તમારા ખર્ચાઓમાં વધારો થશે, કોર્ટ કચેરીને લગતા કામોમાં ધ્યાન આપવુ, ધનલાભ અટકતો લાગશે.
મીન - બાળકોને લગતી બાબતોમાં ચિંતા વધશે, તમારી લાગણીઓનો દૂર ઉપયોગ થાય, પ્રતિષ્ઠામાં ઘટાડો થઈ શકે.

