પતિનો પગાર 17 હજાર હતો, 400ની એક કોફી પીતી પત્ની... પતિની જીભ કાપનાર પત્નીની કહાની જાણી ઉડી જશે હોશ

ઉત્તર પ્રદેશના મોદીનગરમાં એક પત્નીની ક્રૂરતાએ માનવતાને શરમસાર કરી દીધી છે. સંજયપુરીનો રહેવાસી 26 વર્ષીય વિપિન ક્યારેય બોલી નહીં શકે. પરસ્પર ઝઘડા દરમિયાન પત્ની ઈશાએ દાંતથી વિપિનની જીભ કાપીને શરીરથી અલગ કરી દીધી હતી. ડૉક્ટરો વિપિનની જીભ ફરીથી જોડવામાં નિષ્ફળ રહ્યા, અને હવે તેનો અવાજ કાયમ માટે છીનવાઈ ગયો છે, એટલે કે ગમે તેટલા પ્રયત્નો કરી લો, પરંતુ વિપિન ક્યારેય બોલી નહીં શકે.

વિપિનના ઘરનું દૃશ્ય હૃદયદ્રાવક છે. વિપિન તેના પલંગ પર પીડાથી કણસતો રહ્યો છે. પરિવારે તેની કપાયેલી જીભના ટુકડાને કપડામાં લપેટીને ફ્રીજમાં રાખ્યો છે. વિપિનના ભાઈ સનીનું કહેવું છે કે તેણે આ ટુકડો સાચવી રાખ્યો હતો જેથી તે ભવિષ્યમાં તેની પત્ની વિરુદ્ધ પોલીસ કે કોર્ટ સમક્ષ નક્કર પુરાવા રજૂ કરી શકાય.

husband
uptak.in

વિપિનના પરિવાર અને મિત્રોએ ઈશાના ચારિત્ર્ય અને તેના દ્વારા અપતા માનસિક ત્રાસને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વિપિનના મિત્ર બોબીના જણાવ્યા મુજબ, ઈશા તેમના લગ્નના પહેલા દિવસથી જ તેને સ્પર્શ પણ કરવા દેતી નહોતી. તે ઘણીવાર અપમાનજનક શબ્દો (નામર્દ) કહીને દુર્વ્યવહાર કરતી હતી.

પીડિત વિપિન વેલ્ડિંગ ફેક્ટરીમાં 17000-18000 રૂપિયાની મજૂરી કરતો હતો, જ્યારે ઈશા દારૂ, સિગારેટ અને મોંઘા રેસ્ટોરાંમાં પાર્ટીઓની શોખીન હતી. તે પોતાના બોયફ્રેન્ડ સાથે ફરવા માટે વિપિન પાસે પૈસા માંગતી હતી અને 400 રૂપિયાની કોફી પીવા જેવા ભારે શોખ ધરાવતી હતી. વિપિનના રૂમમાં કબાટમાંથી સિગારેટના ટુકડા અને ગર્ભપાતની ગોળીઓ મળી છે, જેના કારણે પરિવારે દાવો કર્યો હતો કે ઈશા ક્યારેય માતા બનવા માંગતી નહોતી અને સંબંધનો અંત લાવવા માંગતી હતી.

police station
youtube.com

વિપિનના પિતા રામુતરે જણાવ્યું હતું કે તેણે બેન્કમાંથી 10 લાખ રૂપિયાની લોન લઈને લગ્ન કરાવ્યા હતા. લગ્ન સમયે, પંડિતે ચેતવણી આપી હતી કે તેમની ગુણ મળી રહ્યા નથી, પરંતુ એક વચેટિયાના દબાણમાં આવીને તેણે લગ્ન કરાવી દીધા. હવે તેનો પુત્ર અપંગ થઇ ચૂક્યો છે, અને છોકરીનો પરિવાર દહેજનો ખોટો કેસ દાખલ કરવાની ચીમકી આપી રહ્યો છે.

મેરઠની સુભારતી હૉસ્પિટલના ડૉક્ટરોએ સ્પષ્ટ કરી દીધું છે કે વિપિનની જીભની રક્તવાહિનીઓ સંપૂર્ણપણે કપાઇ ચૂકી છે. ટાંકા લગાવીને તો ઘા ભરી દેવામાં આવશે, પરંતુ પ્લાસ્ટિક સર્જરી છતા, વિપિન પહેલાની જેમ ફરી ક્યારેય બોલી નહીં શકે.

વિપિનની માતા ગીતાની ફરિયાદ બાદ, મોદીનગર પોલીસે આરોપી પત્ની ઈશા વિરુદ્ધ FIR નોંધી અને 20 જાન્યુઆરીએ તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવી હતી. પોલીસ આ મામલાની વધું તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

સંપત્તિની વિગતો જાહેર નથી કરી નો ટેન્શન.. હવે સજા નહીં, ફક્ત દંડ ભરીને છૂટી જશો; બજેટમાં જાહેરાત

મધ્યમ વર્ગ આવકવેરામાં સૌથી મોટી રાહતની અપેક્ષા રાખતો હતો. આવું થયું નહીં. જોકે, આવકવેરાના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા...
Business 
સંપત્તિની વિગતો જાહેર નથી કરી નો ટેન્શન.. હવે સજા નહીં, ફક્ત દંડ ભરીને છૂટી જશો; બજેટમાં જાહેરાત

પતિનો પગાર 17 હજાર હતો, 400ની એક કોફી પીતી પત્ની... પતિની જીભ કાપનાર પત્નીની કહાની જાણી ઉડી જશે હોશ

ઉત્તર પ્રદેશના મોદીનગરમાં એક પત્નીની ક્રૂરતાએ માનવતાને શરમસાર કરી દીધી છે. સંજયપુરીનો રહેવાસી 26 વર્ષીય વિપિન ક્યારેય બોલી નહીં શકે....
National 
પતિનો પગાર 17 હજાર હતો, 400ની એક કોફી પીતી પત્ની... પતિની જીભ કાપનાર પત્નીની કહાની જાણી ઉડી જશે હોશ

વૈજ્ઞાનિકો કહે છે કે લદ્દાખના આકાશમાં દેખાતો લોહી જેવા લાલ રંગનો પ્રકાશ ખતરાની નિશાની છે

દુનિયાભરના લોકો નોર્વે, આઇસલેન્ડ અને ફિનલેન્ડ જેવા સ્થળોએ ઓરોરા લાઇટ્સ જોવા માટે જાય છે. પૃથ્વી પરથી તેને જોવું ખુબ...
Science 
વૈજ્ઞાનિકો કહે છે કે લદ્દાખના આકાશમાં દેખાતો લોહી જેવા લાલ રંગનો પ્રકાશ ખતરાની નિશાની છે

રસોડાની વસ્તુથી લઈને તબીબી સારવાર સુધી, બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘું?

આજે, 1 ફેબ્રુઆરી, 2026ના રોજ, દેશના અર્થતંત્રને આકાર આપતું કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી...
Business 
રસોડાની વસ્તુથી લઈને તબીબી સારવાર સુધી, બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘું?

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.