- National
- પિયરથી પત્ની ન આવી તો પરેશાન પતિએ સાસરિયાના ઘરે પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી
પિયરથી પત્ની ન આવી તો પરેશાન પતિએ સાસરિયાના ઘરે પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી
તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં એક યુવક પોતાની પત્નીને પિયરે તેડવા લાગ્યો હતો, પરંતુ પત્ની પિયરથી ન આવતા નારાજ થયેલા યુવકે સાસરિયાના ઘરે પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. આગ ફેલાતા જ પરિવારના લોકો તરત જ પાછળના દરવાજાથી બહાર નીકળી આવ્યા. આ ઘટના બાદ યુવક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો. આ ઘટના જિલ્લાના નિઝામપેટ મંડળની છે. પીડિતોની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
નિઝામપેટ ગામના પિટલમ બલૈયાની પુત્રી સાયવ્વાકીના લગ્ન 15 વર્ષ અગાઉ રવિ સાથે થયા હતા. તેમના 3 બાળકો પણ છે. રવિ દારૂનો આદી હતો અને દારૂ પીને મોટાભાગે તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો. આના કારણે છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ગુસ્સે થઈને પત્ની તેના માતા-પિતાના ઘરે જતી રહી.
વડીલોની હાજરીમાં આ બાબતે પંચાયત બેઠક થઈ હતી, પરંતુ કોઈ ફાયદો ન થયો. ગયા ગુરુવારે રાત્રે રવિ તેના સાસરે ગયો અને સાસરિયાના લોકો સાથે તેની પત્નીને તાત્કાલિક તેની સાથે પાછી મોકલવાને લઈને બહેસ કરવા લાગ્યો. સાસરિયાના લોકોએ તેમની પુત્રીને રવિ સાથે મોકલવાનો ઇનકાર કરી દીધો. તેનાથી ગુસ્સે ભરાયેલા યુવકે પોતાની સાથે લાવેલું પેટ્રોલ ઘરમાં નાખી દીધું અને આગ લગાવી દીધી.
તેનાથી અંદર પાર્ક કરેલી બાઇક પૂરી રીતે બળીને રાખ થઇ ગઈ. આગ ફેલાતા જ પરિવાર તરત જ પાછળના દરવાજામાંથી બહાર નીકળી ગયો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. પરિવાર કોઈક રીતે આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યો. આ દરમિયાન યુવક ઝડપથી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો. પીડિતાના પરિવારે આરોપી જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તેની શોધ કરી રહી છે.
થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક નશેડી યુવકે ક્રૂરતાની બધી હદો વટાવી દીધી અને તેની માતા અને પત્નીની ક્રૂરતાથી કાસળ કાઢી નાખ્યું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

