- Gujarat
- સુરતમાં પત્નીએ જ પતિનો જીવ લઈ લીધો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
સુરતમાં પત્નીએ જ પતિનો જીવ લઈ લીધો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
સુરતના લિંબાયત વિસ્તારમાં એક પત્નીએ પોતાના જ પતિનો જીવ લઈ લીધો. હત્યા પાછળનું મુખ્ય કારણ જાણીને તમે પણ ચોંકી જશો. લિંબાયત પોલીસે આ મામલે પત્ની ઈશરત જહાન વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. મૃતક હૈદરઅલી મુંબઈમાં નોકરી કરતો હતો અને મહિનામાં એક-બે વખત સુરત આવતો હતો. પત્નીના જણાવ્યા અનુસાર, હૈદરઅલી જ્યારે પણ ઘરે આવતો ત્યારે સેક્સવર્ધક દવાઓનું સેવન કરીને અત્યંત ક્રૂરતા આચરતો હતો. જેથી કંટાળીને પત્નીએ આ ખતરનાક ઘટનાને અંજામ આપ્યો હતો. પરંતુ જ્યારે દફનવિધિ માટે મહિલા અને મૃતકના ભાઈ વચ્ચે વિવાદ થયો ત્યારે મહિલાની પોલ ખૂલી ગઈ.
આરોપી ઈશરત જહાને પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, ‘તેનો પતિ સેક્સવર્ધક ગોળીઓ ખાઈને જ્યાં સુધી તેને શરીરમાંથી લોહી ન નીકળે ત્યાં સુધી મારતો અને પીડા આપતો હતો. આ હેવાનીયત દર મહિને કરતો હતો. સતત શારીરિક અને માનસિક ત્રાસને કારણે પત્નીના મનમાં પતિ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો. આ વખતે જ્યારે પતિ મુંબઈથી ઘરે આવ્યો ત્યારે પત્નીએ તેને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનું મન બનાવી લીધું હતું.
હત્યા કરવાના ઈરાદે પત્નીએ ગત 1 જાન્યુઆરીએ હૈદરઅલીને રાત્રે હળદરવાળા દૂધમાં ચોરી છુપીથી ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી દીધી હતી. આ ઝેરની અસર ધીમે-ધીમે થવા લાગી હતી અને 5 જાન્યુઆરીએ હૈદરઅલીની તબિયત અચાનક લથડી હતી. તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. શરૂઆતમાં સામાન્ય બીમારીને કારણે પતિનો જીવ જતો રહ્યો હોવાનું પત્નીએ નાટક રચ્યું હતું.
મૃતકનો ભાઈ હૈદરઅલીની મૃતદેહને બિહારના પૂર્વી ચંપારણના તેમના વતનમાં લઈ જઈ દફનવિધિ કરવા માંગતો હતો. જોકે પત્ની ઈશરત જહાન જીદ પર અડી હતી કે દફનવિધિ સુરતમાં જ કરવામાં આવે. જેને લઇ મૃતકના ભાઈને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૉક્ટરોએ જણાવ્યું કે, મૃત્યુ માત્ર ઝેરથી થયું નથી, પરંતુ મૃતકનું ગળું અને છાતી દબાવવામાં આવી હતી. રિપોર્ટ મુજબ 'Asphyxia due to compression over neck and chest' ને કારણે હૈદરઅલીનું મોત થયું હતું. જેને લઇ પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા હૈદરઅલીની પત્નીએ કબૂલ્યું કે, ‘ઝેર આપ્યા બાદ જ્યારે તે નબળો પડ્યો ત્યારે તેણે તેનું ગળું અને છાતી દબાવીને તેનો જીવ લઈ લીધો હતો.
લિંબાયત પોલીસે આ મામલે પત્ની ઈશરત જહાન વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પતિ સેક્સવર્ધક દવાઓ ખાઈને હેવાનીયત કરતો હતો, જેને કારણે પત્નીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લીધી છે અને આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

