- National
- બે પત્નીઓનું ચક્કર! પંચાયતે કહ્યું- 3-3 દિવસ બંને પત્નીઓ સાથે અને રવિવારે રજા
બે પત્નીઓનું ચક્કર! પંચાયતે કહ્યું- 3-3 દિવસ બંને પત્નીઓ સાથે અને રવિવારે રજા
ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાંથી એક એવો મામલો સામે આવ્યો છે જેને સાંભળીને તમે પણ કહેશો કે, ‘આવું પણ થાય છે?’ અહીં ‘એક મ્યાનમાં બે તલવાર’ જેવો ઘાટ થયો છે. તેને ઉકેલવા માટે, પંચાયતે એક એવો નિર્ણય સંભળાવ્યો છે જે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલો 2 પત્નીઓ વચ્ચે પતિના વિભાજનનો છે, જેના માટે અઠવાડિયાના સાતેય દિવસો માટે લેખિત શેડ્યૂલ તૈયાર કરવામાં આવ્યું છે.
આ મામલો અઝીમનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નગલિયા આકિલ ગામનો છે. મુસ્લિમ સમુદાયના એક યુવકે 2 લગ્ન કર્યા હતા. પહેલી પત્ની અરેન્જ મેરેજ દ્વારા ઘરમાં આવી હતી, જ્યારે બીજી પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ ધીમે-ધીમે બંને પત્નીઓ વચ્ચે પતિને પોતાની સાથે રાખવાને લઈને હોડ મચી ગઈ. વિવાદ એટલો વધ્યો કે ઘરની શાંતિ છીનવાઈ ગઈ, અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો.

મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ, સામાજિક સ્તરે મામલો ઉકેલવા માટે ગ્રામ પંચાયત બોલાવવામાં આવી. પંચોએ બંને પત્નીઓ અને પતિની દલીલો સાંભળી. વિવાદનો અંત લાવવા માટે પંચાયતે ‘દિવસોની હેંચણી’નો એક અનોખો ઉકેલ શોધી કાઢ્યો
સોમવાર, મંગળવાર અને બુધવાર, પતિ પહેલી પત્ની સાથે રહેશે. આગામી ત્રણ દિવસ એટલે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર બીજી પત્ની માટે સુરક્ષિત રહેશે. સૌથી રસપ્રદ વાત એ છે કે પતિને રવિવારના દિવસની રજા આપવામાં આવી છે. આ દિવસે પતિ બંને પત્નીઓથી દૂર એકાંતમાં રહેશે અથવા પોતાની મરજી મુજબ સમય વિતાવી શકે છે.
વિશેષ પરિસ્થિતિઓ માટે પંચાયતે એક દિવસ આગળ કે પાછળ કરવાની છૂટ પણ આપી છે. ભવિષ્યમાં વિવાદ ન થાય તેના માટે આ કરાર લેખિતમાં કરવામાં આવ્યો છે અને ત્રણેયની સહી કરાવવામાં આવી છે.
પતિના વિભાજનનો આ પહેલો કિસ્સો નથી. આ અગાઉ બિહારના પૂર્ણિયામાં પણ આવી જ ઘટના ચર્ચામાં રહી ઈ હતી. ત્યાં પણ, એક યુવકે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના બીજા લગ્ન કરી લીધા હતા. જ્યારે મામલો ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર સુધી પહોંચ્યો, ત્યારે બંને પત્નીઓ વચ્ચે અઠવાડિયાના 7 દિવસ વહેંચીને વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

