- Gujarat
- અમદાવાદમાં લગ્નના ત્રીજા જ દિવસે પતિનો ખેલ ખતમ કરી દીધો; જાણો શું છે મામલો
અમદાવાદમાં લગ્નના ત્રીજા જ દિવસે પતિનો ખેલ ખતમ કરી દીધો; જાણો શું છે મામલો
2025માં બહુચર્ચિત રાજા રઘુવંશી કાંડ તો બધાને યાદ જ હશે. સોનમ રઘુવંશી લગ્ન બાદ રાજા રઘુવંશી સાથે હનીમૂન ટ્રીપ માટે મેઘાલય ગયા હતા. જ્યાં પ્રેમી સાથે મળીને સોનામે પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. આ ઘટનાની દેશભરમાં ભારે ચર્ચા થઈ હતી. હવે આવો જ ખૂની ખેલ અમદાવાદમાં પણ ખેલાયો છે.
શું છે આખો મામલો
3 દિવસ અગાઉ જ તેમના 24 વર્ષીય વર્ષના ભાવિકના લગ્ન ગાંધીનગરના કોટેશ્વર ગામે રહેતા સુરેશભાઇ દંતાણીની દીકરી પાયલ સાથે થયા હતા. પાયલ પણ ખૂબ ખુશ હતી. સુરેશભાઇએ કહેલું કે અમારામાં રિવાજ છે કે લગ્નના બીજા દિવસે દીકરીને સાસરેથી તેડી જઇએ છીએ. ત્રીજા દિવસે જમાઈ આવીને પાયલને તેડી લાવશે. પછી લગ્નના બીજા દિવસે પાયલના મામાનો દીકરો કલ્પેશ આવીને પાયલને તેડી ગયો.
ત્રીજા દિવસની સવાર પડી એટલે નવો વરઘોડિયો બનેલો ભાવિક પોતાની પત્ની પાયલને તેડવા કોટેશ્વર જવા નીકળ્યો, પરંતુ ભાવિકને શું ખબર કે આ તેની જિંદગીની છેલ્લી સફર બની જશે. તેની સાથે ખતરનાક ખેલ ખેલાવાનો હતો, અને તેની તેને અણસાર પણ નહોતો. ભાવિક પોતાની તાજી તાજી જ બનેલી પત્નીને તેડવા મોટેરા પાસે આવેલા કોટેશ્વર ખાતે ગયો હતો.
ભાવિકના સસરા સુરેશભાઈ દંતાણીએ પોતાના વેવાઈ અને ભાવિકના પિતા કનૈયાલાલને ફોન કરીને પૂછ્યું કે ભાવિક કુમાર હજુ સુધી ઘરે આવ્યા નથી. કનૈયાલાલને સ્વાભાવિક રીતે જ થોડી ચિંતા થઈ. દીકરો આમ તો કહ્યા વિના બીજે ક્યાંય જતો નથી. તેમણે દીકરાને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન ન લાગ્યો. એટલે તેમની ચિંતા હજી વધી ગઈ. થોડીવાર પછી ભાવિકના સસરા સુરેશભાઇનો ફરી ફોન આવ્યો. આ વખતે તેમના અવાજમાં ચિંતા હતી, ‘કનૈયાલાલ, ભાવિક કુમારનો અહીં કોટેશ્વરમાં અકસ્માત થયો છે. ત્યાંથી તેમને દવાખાને લઇ ગયા છે, પરંતુ કયા દવાખાને લઇ ગયા છે એ ખબર નથી. તમે ફટાફટ આવી જાવ.’
કનૈયાલાલના પગ નીચેથી તો ભાઇ જમીન સરકી ગઈ. તેમને કઈક અણસાજાતું થયાના એંધાણ આવવા લાગ્યાં, પરંતુ મન મક્કમ રાખીને તેઓ ભાવિકના સાસરે કોટેશ્વર જવા નીકળ્યા. કનૈયાલાલે પહેલા અસારવા સિવિલ હૉસ્પિટલમાં જ તપાસ કરી, પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફના લોકોએ કહ્યું કે અહીં આવો કોઈ અકસ્માતનો કેસ આવ્યો નથી. હવે તેમની ચિંતામાં હજી વધારો થયો, એટલે તેમણે પોતાના નાના દીકરા જતિનને ફોન કરીને સિવિલ હોસ્પિટલ બોલાવ્યો. પિતા-પુત્ર બંને ભાવિકની સાસરી કોટેશ્વરમાં પહોંચ્યા. ત્યાં જાણવા મળ્યું કે ભાવિકનો અકસ્માત કોટેશ્વરમાં તેના સાસરીના ઘરથી અડધો કિલોમીટર દૂર જ થયો હતો.
બપોરે 3 વાગ્યાની આસપાસ તેમણે ઘરની આસપાસ નજર દોડાવી તો એક ઠેકાણે રસ્તા પર ભારે ભીડ એકઠી થઈ હતી. ભીડ ચીરીને પિતા-પુત્ર અંદર પહોંચ્યા, તો તેમને ધ્રાસકો પડ્યો. દીકરા ભાવિકનું જ એક્ટિવા પડ્યું હતું, પરંતુ તેનો ક્યાંય પત્તો નહોતો. તરત જ નાના દીકરા જતિને 100 નંબર પર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો. થોડીવારમાં પોલીસની ગાડી સાયરન વગાડતી આવી પહોંચી. બાદમાં બીજી અન્ય ગાડીઓ પણ પહોંચવા લાગી.
અકસ્માત થયો હતો, પરંતુ ઇજાગ્રસ્ત યુવકનો કોઈ પત્તો નહોતો. પોલીસે આસપાસની દુકાનો વગેરેમાં પૂછપરછ કરી. સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક કાકાએ ચોંકાવનારી માહિતી આપી કે, ‘સાહેબ, મેં મારી નજરે અકસ્માત થતા જોયો હતો. ઇનોવા જેવી ગાડીથી અકસ્માત થયો હતો. એક્ટિવા ચલાવતો યુવાન ધડાકાભેર પછડાયો એટલે હું દોડીને ત્યાં મદદ કરવા પહોંચી ગયો.’
ગાડીમાં કેટલા લોકો હોવાની વાત પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ‘હા સાહેબ, ગાડીમાં 3 લોકો હતા હતા. મેં કહ્યું કે આ ભાઇને બહુ વાગ્યું છે, તાત્કાલિક 108 બોલાવવી પડશે, તો એ લોકોએ કહ્યું કે આ તો અમારા જમાઈ જ છે, એટલે અમે તેમને ગાડીમાં જ દવાખાને લઇ જઇએ છીએ.’
વાત વધી. ભાવિકની સાસરીમાં ખબર પડી કે તેમના જમાઈનો અકસ્માત થયો છે, એટલે સાસરીમાંથી પણ બધા દોડી આવ્યાં. ભાવિકની પત્ની પાયલ પણ અકસ્માત સ્થળે પહોંચી ગઈ, પરંતુ સવાલ એ હતો કે ભાવિક ક્યાં ગયો? અને તેની સાસરીના એવા તે કયા સગા હતા, જેમની જ કારથી અકસ્માત થયો અને તેઓ તેને દવાખાને લઈ ગયા? જો સગાની કારથી જ અકસ્માત થયો હોય અને તેઓ જ તેમને દવાખાને લઇ ગયા હોય તો તેમણે ફોન કરીને પાયલને કે તેમના પિતાને કૉલ કરીને હજુ સુધી જાણ ન કરી? સવાલો ઘણા હતા, જવાબ એકેય નહોતો પાયલ એક જ સવાલના અલગ-અલગ જવાબો કેમ આપતી હતી?
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ભાવિક ચુનારા કેસની તપાસ કરનારા અડાલજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. સાંખલાએ જણાવ્યું કે, ‘અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ભાવિકની પત્ની પાયલ પણ ત્યાં જ ઊભી હતી. આ અકસ્માત નજરે જોનારા, ભાવિકની સાસરીના અન્ય લોકો અને પાયલ, બધાની અમે પૂછપરછ કરી, પરંતુ પાયલના જવાબોમાં અમને ખાસ્સી વિસંગતતા જણાઈ.’
‘પાયલ એક જ સવાલના અલગ-અલગ જવાબ આપી રહી હતી. તેના પરથી અમને થોડી શંકા ગઈ કે આ છોકરી ખોટું બોલી રહી છે. તપાસમાં ક્રોસ સવાલ-જવાબ થાય, એમાં આરોપી ખોટું બોલતો હોય તો પકડાઈ જ જાય.’
પોલીસે પાયલનો ફોન માંગવાયો અને કોલ ડિટેઈલ જોઈ કોને-કોને કર્યા છે? કેટલા વાગ્યે ફોન કર્યા છે? એ બધું જ જોયું, એટલે પછી શંકા વધુ મજબૂત થઈ. પોલીસે તેને ગાડીમાં બેસાડી દીધી અને કોબા સર્કલ પોલીસચોકી લઈ ગયા, કારણ કે અમદાવાદના કોટેશ્વરમાં ગાંધીનગરનું અડાલજ પોલીસ સ્ટેશન લાગતું હતું. અહીં પોલીસે પાયલને 3-4 કલાક બેસાડી રાખી તેની સઘન પૂછપરછ કરી. બાદમાં પોલીસ પાયલને અડાલજ પોલીસ સ્ટેશન લઈ ગઈ અને પરિવારને પણ કહેવામાં આવ્યું કે તમે લોકો અડાલજ પોલીસ સ્ટેશન પહોંચો. પૂછપરછ દરમિયાન પોલીસે પાયલના ફોનની વ્હોટ્સએપ ચેટ અને કોલ હિસ્ટ્રી નવેસરથી ચેક કરી. એમાં ખબર પડી આ છોકરી તેના મામાના દીકરા ભાઈ કલ્પેશ સાથે પ્રેમસંબંધમાં છે.
PI કે. બી. સાંખલા કહે છે, ‘ત્યારબાદ અમે પાયલની કડક પૂછપરછ કરી. એ સાથે જ તે ભાંગી પડી અને તેણે ગુનો કબુલી લીધો કે હા, અમે જ ભાવિકનો અકસ્માત કરાવ્યો છે. એ પછી આરોપીઓ સુધી પહોંચવામાં અમને કંઈ વધારે વાર ન લાગી, કારણ કે ગાડીના અકસ્માત વખતના CCTV ફૂટેજ અને ગાડીનો નંબર બધું અમારી પાસે હતું. પાયલના ભાઇ-કમ પ્રેમી કલ્પેશ અને તેના બે સાથીદાર આરોપી અમદાવાદના દસક્રોઈ તાલુકાના જે કુબલથડ ગામે રહેતા હતા, ત્યાં અમારી પોલીસ રાત્રે 8-9 વાગ્યે તેમના ઘરે પહોંચી. અને તેમને પકડી લીધા.
પાયલનો પ્રેમી કલ્પેશે પોતાના 2 ભાઈ સાથે મળીને ઈનોવા કારથી ભાવિકની એક્ટિવાને ટક્કર મારી હતી, પરંતુ આ અકસ્માતમાં ભાવિક મર્યો નહીં. તેને સામાન્ય ઈજાઓ થઈ હતી. રસ્તા વચ્ચે અકસ્માત થયેલો જોઇને લોકો એકઠા થઇ ગયા. એટલે આ લોકો ગાડીમાંથી ઊતર્યા અને નાટક કરવા લાગ્યા કે, ‘અરે, આ તો અમારા જમાઇ જ છે, તેમનો જ અકસ્માત થઈ ગયો છે! ચલો ચલો, અમે તમને દવાખાને લઈ જઈએ.’ ઇજાગ્રસ્ત ભાવિકે પોતાના સાળા કલ્પેશને જોયો એટલે તેને પણ થોડી શાંતિ થઇ અને તે બાકીના યુવાનોના ટેકે-ટેકે ગાડીમાં બેઠો.
ગાડી આગળ ચાલી. થોડી અવાવરૂ જગ્યા આવતા તરત જ પાછળ બેઠા 3માંથી એક વ્યક્તિએ દુપટ્ટા વડે ભાવિકનું ગળું દબાવીને ખેલ ખતમ કરી નાખ્યો. બાદમાં આ લોકોએ ભાવિકનો મૃતદેહ નર્મદા નદીની ડભોડા પાસેની કેનાલમાં ફેંકી દીધો હતો.

