વિરાટ રામાયણ મંદિરમાં સ્થાપિત થયું વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ... મુસ્લિમ સમાજે દાનમાં આપી હતી જમીન

બિહારના પૂર્વી ચંપારણના કલ્યાણપુર બ્લોકના કૈથવાલિયાના વિરાટ રામાયણ મંદિરમાં વિશ્વનું સૌથી મોટું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું. શિવલિંગની ઊંચાઈ 33 ફૂટ અને ગોળાકાર પણ 33 ફૂટ છે. આ વિશાળ શિવલિંગનું વજન 200 મેટ્રિક ટન છે. શિવલિંગની સ્થાપના માટે કંબોડિયાથી ખાસ ફૂલો આયાત કરવામાં આવ્યા હતા, અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.

મંદિરમાં કુલ  શિખરની સંખ્યા 12 હશે અને મંદિરોની સંખ્યા 22. સૌથી ઊંચું શિખર 270 ફૂટ હશે. મંદિરનો વિસ્તાર 120 એકર છે. આ અવસર પર મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા, સમ્રાટ ચૌધરી સહિત ઘણા મંત્રીઓ આ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ મઠ મંદિરોથી આવેલા સાધુ-સંતો પણ સ્થાપનાના સાક્ષી બન્યા હતા. શિવલિંગની સ્થાપનાથી માત્ર હિન્દુઓ જ નહીં, પરંતુ મુસ્લિમ સમુદાયમાં પણ ખુશીની લહેર છે. મુસ્લિમ સમુદાયે પણ મંદિરના નિર્માણ માટે પોતાની જમીન દાનમાં આપી છે.

Virat-Ramayana-Temple2
hindi.moneycontrol.com

ચારેય બાજુ ઉત્સાહનો માહોલ હતો. કોઈએ શિવનો વેશ ધારણ કરીને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા, જ્યારે કોઈએ શિવ ગણ બનીને. પટનાના પ્રખ્યાત મહાવીર મંદિરના સચિવ સયાન કુણાલે જણાવ્યું હતું કે શિવલિંગ સ્થાપિત કરવા માટે હરિદ્વાર અને પટનાથી ખાસ આચાર્યો અને પુરોહિત બોલાવવામાં આવ્યા હતા. વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવલિંગની પૂજા કરવામાં આવી હતી.

મંદિરના સચિવે જણાવ્યુ કે, આજનો દિવસ 17 જાન્યુઆરીની તિથિનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે, કારણ કે માન્યતા છે કે ભગવાન શિવ આ દિવસે લિંગના રૂપમાં પ્રગટ થયા હતા. તમિલનાડુના મહાબલીપુરમના પટ્ટીકાડુ ગામમાં છેલ્લા 10 વર્ષથી વિશાળ શિવલિંગનું નિર્માણ ચાલી રહ્યું છે. શિવલિંગના મુખ્ય શિલ્પકાર લોકનાથ છે અને તેમની ટીમે તેને કોતર્યું છે.

Virat-Ramayana-Temple3
news4nation.com

વિશ્વના સૌથી મોટું શિવલિંગ રોડ માર્ગે 23 નવેમ્બર, 2025ના રોજ મહાબલીપુરમથી બિહારના પૂર્વ ચંપારણના કૈથવાલિયા ખાતે નિર્માણાધીન વિરાટ રામાયણ મંદિર માટે રવાના કર્યું હતું. 5 જાન્યુઆરી, 2026ની રાત્રે 10:00 વાગ્યે શિવલિંગ તેના પવિત્ર સ્થળે પહોંચ્યું. શિવલિંગની એક ઝલક જોવા માટે દરરોજ હજારો લોકો ઉમટી પડે છે. તો બીજી તરફ આ ગામમાં રહેતો મુસ્લિમ સમુદાય પણ ખુશ છે. તેણે મંદિર માટે જમીન દાનમાં આપી છે.

About The Author

Top News

ઘોડાના પગમાં ઘૂંઘરું બાંધી ઢોલ-નગારા વગાડીને એક ભારતીયના સ્વાગતમાં નાચ્યા પાકિસ્તાનીઓ!

પાકિસ્તાનમાં, જ્યાં હિન્દુ અને શીખ સમુદાયો સુરક્ષિત નથી, ત્યાં એક ભારતીય મૂળના શીખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પાકિસ્તાનીઓ...
World 
ઘોડાના પગમાં ઘૂંઘરું બાંધી ઢોલ-નગારા વગાડીને એક ભારતીયના સ્વાગતમાં નાચ્યા પાકિસ્તાનીઓ!

રાત્રે પ્રેમ કરતા પ્રેમીઓને પકડીને ગામવાળાઓએ મંદિરમાં જબરદસ્તી લગ્ન કરાવી દીધા

બિહારના સુપૌલ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ...
National 
રાત્રે પ્રેમ કરતા પ્રેમીઓને પકડીને ગામવાળાઓએ મંદિરમાં જબરદસ્તી લગ્ન કરાવી દીધા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -06-02-2026 વાર- શુક્રવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

ભારતીય રેલવે પોતાના બોર્ડિંગ નિયમોમાં એક એવો ફેરફાર લાવી રહી છે જેની અસર લાખો મુસાફરો પર પડશે. નવા નિયમો અનુસાર...
National 
આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.