ગાંધીનગરમાં કોલેજ જતી કુંવારી છોકરીને ફ્લેટ ભાડે ન આપ્યો, પાડોશીઓએ વિરોધ કર્યો

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક કુંવારી છોકરી સાથે ભેદભાવનો મામલો પ્રકાશમાં આવ્યો છે. છોકરીએ દલાલ દ્વારા 3 BHK એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. તે તેની બે અન્ય સહેલીઓ સાથે તેમાં રહેવા જઈ રહી હતી, પરંતુ પડોશીઓને આ વાતની જાણ થતાં જ તેઓએ વિરોધ શરૂ કર્યો. આખરે, કુંવારી છોકરીએ ફ્લેટ ભાડે લીધા પછી પણ તેને છોડવો પડ્યો. ગાંધીનગરમાં બનેલી આ ઘટના છોકરીના ભાઈએ રેડિટ પર શેર કરી છે. આ પછી, એક નવી ચર્ચા શરૂ થઈ છે કે 'આ ભારત છે...' જ્યાં બેચલરો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, છોકરી ગુજરાતની એક કોલેજમાં અભ્યાસ કરે છે. તેણે આ ફ્લેટ અન્ય બે સહેલીઓ સાથે રહેવા માટે લીધો હતો. છોકરી આ ફ્લેટમાં શિફ્ટ થાય તે પહેલાં, તેને આ ફ્લેટ છોડવો પડ્યો. તેની બહેન સાથેના ભેદભાવ અંગે, ભાઈએ રેડિટ પર લખ્યું છે કે, મારી બહેનને સિંગલ હોવાને કારણે તેના એપાર્ટમેન્ટમાંથી કાઢી મૂકવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે દલાલે ખાતરી આપી હતી કે, તેને સિંગલ હોવા છતાં ફ્લેટમાં રહેવા દેવામાં આવશે. છોકરીએ આ માટે બ્રોકરને જરૂરી રકમ પણ ચૂકવી હતી. બીજી બે છોકરીઓ આવ્યા પછી અંતિમ ભાડા કરાર પર સહી કરવાની હતી, પરંતુ પડોશીઓએ વાંધો ઉઠાવતા નિર્ણય બદલાઈ ગયો. એવું બહાર આવ્યું છે કે, બિલ્ડરે ફ્લેટને 'નોટિસ' પર મૂક્યો હતો, મકાનમાલિક સંમત હોવા છતાં તેમને રહેવા દેવાનો ઇનકાર કર્યો હતો.

College Girl Student
hindustantimes.com

ગાંધીનગર પોલીસને આ સંદર્ભમાં કોઈ લેખિત ફરિયાદ મળી નથી, પરંતુ ગુજરાતની રાજધાનીમાં બહેન સાથે થયેલા ભેદભાવે કુંવારાઓનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે. અગાઉ પણ ગુજરાતમાં કુંવારાઓને ભાડા પર ઘર ન આપવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કેટલાક યુઝર્સે આ પોસ્ટ પર પોતાના અનુભવો શેર કર્યા છે. એક યુઝરે લખ્યું છે કે, મને પટનામાં મારા મકાનમાલિકે ઘરમાંથી કાઢી મૂકી હતી, જે છેલ્લા 15 વર્ષથી મુંબઈમાં રહે છે અને ક્યારેય નથી આવતા. બીજા યુઝરે ટિપ્પણી કરી છે કે, સિંગલ રહેવું એ આ દેશમાં બીજા વર્ગના નાગરિક બનવા જેવું છે. મુંબઈમાં મારો એક પાડોશી હતો જે અમારા ઘર ભાડે આપવાનો વિરોધ કરતો હતો, કારણ કે અમે ગુજરાતી જૈન નહોતા. વધુ મજાની વાત એ છે કે તેણે સોસાયટી મેનેજરને mail કર્યો કે તે ઇચ્છે છે કે તેના પડોશી ફ્લેટમાં ફક્ત ગુજરાતી જૈનો જ રહે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.