સુરતની શિવશક્તિ માર્કેટમાં આગને કાબુમાં લેવામાં 30 કલાક કેમ થયા?

સુરતની શિવશક્તિ ટેક્સટાઇલમ માર્કેટમાં આગને કંટ્રોલ કરવામાં 30 કલાક થયા, ત્યારે લોકોના મનમા સવાલ છે કે એક માર્કેટમાં લાગેલી આગને ઠારવામાં આટલો બધો સમય કેમ ગયોઆ બાબતે અમે સુરત ફાયરના અધિકારી ક્રિષ્ણા મોડની સાથે વાત કરી હતી, તેમણે કહ્યું કે, શિવશક્તિ માર્કેટમાં કુલ 854 જેટલી દુકાનો છે અને તેમાંથી લગભગ 200 જેટલી દુકાનો સાવ બળીને ખાખ થઇ ગઇ છે. ફાયરના જવાનોએ એક એક દુકાનમાં જઇને ચેક કરવાનું હતુ કે, કોઇ માણસ અંદર ફસાયો તો નથી ને. ઉપરાંત દુકાનમાં માલ એટલો ભરેલો હતો શટલ જામ હતા જે તોડવામાં સમય ગયો. ઉપરાંત માર્કેટની સ્ટ્રકચર એટલું નબળું છે કે ફાયર બ્રિગેડના જવાનો માટે જીવનું જોખમ હતું. પોલીયેસ્ટર, યાર્ન જેવી પેટ્રોલિયમ પ્રોડક્ટ હોવાને કારણે આગ વધારે વિકરાળ બનતી હતી. આગની 1000 હીટની ડીગ્રી હતી અને રેડિયેશનનું પણ જોખમ હતું. આ બધા કારણોને લીધે આગને કાબુમાં લેતા સમય લાગ્યો.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.