ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સુરતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ Chiwenga , ઝિમ્બાબ્વેના કેબિનેટ મિનિસ્ટર રાજ મોદી ઝિમ્બાબ્વેના એમ્બેસેડર શ્રીમતી. Stella Nkomo અને ટોપ સેક્રેટરીએટ્‌સ સાથેનું પ્રતિનિધિ મંડળ તા. રર અને ર૩ ઓગષ્ટ ર૦રપ દરમ્યાન સુરતની મુલાકાતે આવી રહ્યા છે.

SGCCIના વાઇસ પ્રેસિડન્ટ અશોક જીરાવાળાએ કહ્યું હતું કે, ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલીગેશન બે દિવસ દરમ્યાન સુરત ખાતે જુદા જુદા ક્ષેત્રોના ઉદ્યોગકારો તથા આગેવાનો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે. ખાસ કરીને એગ્રીકલ્ચર (એપીએમસી), દુધ ઉત્પાદન (સુમુલ), હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, માઇનીંગ સેકટર, શિક્ષણ ક્ષેત્ર અને એનર્જી સેકટર (સોલાર) તથા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનોના હોદ્દેદારો સાથે મિટીંગો કરશે.

તા. રર ઓગષ્ટ ર૦રપના રોજ બપોરે ૧રઃર૦ કલાકે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલીગેશન ભાટપોર સ્થિત હરેકૃષ્ણા ડાયમંડની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે ઐશ્વર્યા ડાઇંગ મિલ્સ અને સાંજે ૪-૧૦ કલાકે સુમુલ ડેરીની મુલાકાત લઇ ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠકો કરશે.

બીજા દિવસે તા. ર૩ ઓગષ્ટના રોજ સવારે ૧૦-૦૦ કલાકે સુરતની એપીએમસી માર્કેટની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે ૧૧-૧૦ કલાકે કતારગામ ખાતે શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ અને બપોરે રઃ૦૦ કલાકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઇ કૃષિ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ તેમજ શિક્ષણ જગતના શ્રેષ્ઠીઓ સાથે વિચારગોષ્ઠી કરશે.

આ ઉપરાંત સાંજે ૪ઃ૪૦ કલાકે ચેમ્બર ઓફ કોમર્સ સરસાણા ખાતે આયોજિત ઇન્ટરેકટીવ મિટીંગમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ્સ, ડાયમંડસ, એગ્રીકલ્ચર, ટુરિઝમ, ફાર્માસ્યુટિકલ, રિન્યુએબલ એનર્જી અને માઇનીંગ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન ટુ વન ચર્ચા વિચારણા કરશે.

સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે વન–ટુ–વન ચર્ચા વિચારણા દ્વારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને ઝીમ્બાબ્વેમાં સીધી બિઝનેસ કનેકિટવિટી, નેટવર્કિંગ તથા ઈન્વેસ્ટમેન્ટની તકો મળશે. ખાસ કરીને માઇનીંગ, કૃષિ આધારિત ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અને ઈ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં સહકાર વધવાથી સુરતના વેપાર અને ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક લાભ મળી શકે છે. એકંદરે, આ વિઝીટ દક્ષિણ ગુજરાતના વેપારિક ક્ષેત્રોને નવા વૈશ્વિક બજારો સાથે જોડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

ચેમ્બર દ્વારા શનિવારે પ્લેટિનમ હોલમાં ‘લિગલ કોન્કલેવ– ર૦રપ’ યોજાશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ધી સુરત સિટી એડવોકેટ્‌સ એસોસીએશનની સાથે મળીને શનિવાર, તા. ર૩ ઓગષ્ટ ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે લિગલ કોન્કલેવ– ર૦રપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઇકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ સુશ્રી સુનિતા અગ્રવાલ પધારશે અને માર્ગદર્શન આપશે.

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશો પ્રણવ ત્રિવેદી અને ડી.એન. રાય મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી સુરતના ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ, વકીલો તથા પ્રોફેશનલ્સને અગત્યનું સંબોધન કરશે. લિગલ કોન્કલેવનો હેતુ કાનૂની મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો, ઉદ્યોગ–વ્યવસાયમાં આવતી કાનૂની અડચણોને સમજવાનો તેમજ કાયદાકીય બાબતોમાં યોગ્ય માર્ગદર્શન આપવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડવાનો છે.

લિગલ કોન્કલેવમાં કોમર્શિયલ કોર્ટસ એકટ અને આર્બિટ્રેશન એન્ડ કોન્સીલેશન એકટ વિષય પર સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવશે. આ કાયદાઓ સાથે સાથે અલ્ટર્નેટિવ ડિસ્પ્યુટ રિસોલ્યુશન (એડીઆર) જેવી પદ્ધતિઓ જેમ કે મધ્યસ્થતા, સમાધાન અને આર્બિટ્રેશન અંગે ચર્ચા કરવામાં આવશે. આ પદ્ધતિઓથી લાંબા સમય સુધી ચાલતા કોર્ટ કેસો ટાળી શકાય છે અને વિવાદો ઝડપથી ઉકેલી શકાય છે. તેના પરિણામે સમાજ અને સોસાયટીને સીધો ફાયદો થાય છે. ખર્ચ ઓછો થાય છે, વ્યવસાય અને વ્યક્તિગત સંબંધોમાં વિશ્વાસ જળવાય છે અને ન્યાયિક તંત્ર પરનો ભાર ઘટે છે. આ રીતે આ કાયદા અને વિવાદ ઉકેલવાની વિકલ્પાત્મક પદ્ધતિ

About The Author

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.