- Health
- યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ
યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ 'યુરોપિયન સાયકિયાટ્રિક એસોસિએશન કોંગ્રેસ 2025'માં, મેડ્રિડ (સ્પેન)માં રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે જેન્ડર સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગ અને તેના પર માનસિક અથવા વ્યવહારિક નિર્ભરતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. છોકરીઓ ખાસ કરીને સામાજિક ચિંતાથી પીડાય છે.
સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે જેન્ડરનો સીધો સંબંધ એ વાતથી છે કે વ્યક્તિ સ્માર્ટફોન પર કેટલો સમય વિતાવે છે અને ઓનલાઈન બીજા દ્વારા ખરાબ ગણાવવાનો કેટલો ડર રહે છે. રૂમાનિયાની જ્યોર્જ એમિલ પાલાડે યુનિવર્સિટી ઓફ મેડિસિનમાંથી મુખ્ય સંશોધક ડૉ. સિબી સેન્ડોરએ જણાવ્યું હતું કે, "આ પરિણામો દર્શાવે છે કે જેન્ડર વચ્ચે મોટો તફાવત છે અને મહિલાઓ સ્માર્ટફોનથી માનસિક રીતે વધુ પ્રભાવિત થઈ રહી છે."

રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા પર વાત કરવાની ટેવ, લાગણીઓને સમજવાનો અભાવ અને અન્ય લોકોનો સહયોગ સ્માર્ટફોનની લતથી પ્રભાવિત થઈ શકે છે. ડૉ. સેન્ડોરે કહ્યું, "આ પાસાઓ પર વધુ સંશોધનની જરૂર છે જેથી કરીને આપણે સમજી શકીએ કે આ વર્તન અલગ-અલગ જેન્ડરમાં શા માટે થાય છે અને તેમને કેવી રીતે મદદ કરી શકાય છે." આ અભ્યાસમાં 400 યુવાનો સામેલ હતા, જેમની સરેરાશ ઉંમર લગભગ 26 વર્ષની હતી. જેમાં 104 પુરૂષો, 293 મહિલાઓ અને 3 અન્ય જાતિના લોકોનો શામેલ હતા.
હંગરીની એટોવોસ લોરેન્ડ યુનિવર્સિટીના અભ્યાસના સહ-લેખક નેહા પીરવાનીએ જણાવ્યું હતું કે, "અમારા પરિણામો અગાઉના અભ્યાસની પુષ્ટિ કરે છે કે સ્ત્રીઓ સ્માર્ટફોનની લતથી પીડાય છે, તેથી તેમને વધુ ધ્યાન, માર્ગદર્શન અને મદદની જરૂર છે." તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, "અમે આ દિશામાં વધુ ઊંડાણપૂર્વક કામ કરી રહ્યા છીએ જેથી કરીને યુવા પેઢીમાં તેનું કારણ અને અસર સમજી શકાય અને યોગ્ય પગલાં લઈ શકાય."

EPAના ચેરમેન પ્રોફેસર ગીર્ટ ડોમે જણાવ્યું હતું કે જનરેશન જીના લગભગ 100 ટકા લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તેમણે વધુમાં કહ્યું, "ઘણા અભ્યાસો પહેલાથી જ બહાર આવ્યા છે કે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ માનસિક સમસ્યાઓ, સ્વ-નુકસાનની વૃત્તિ અને આત્મહત્યા જેવા જોખમો સાથે જોડાયેલો છે." પ્રોફેસર ડોમે એમ પણ કહ્યું કે આ વિષય પર વધુ ધ્યાન આપવું જરૂરી છે, જેથી તેના નુકસાનને સમયસર રોકી શકાય.
Related Posts
Top News
ફ્લાઈટ લેન્ડ પછી તરત જ લોબીમાં ઉભા રહી જાવ છો તો હવે નહીં ચાલે, આ એરલાઇન લેશે દંડ
ગુજરાતમાં 29 મેએ રાત્રે બ્લેક આઉટ કરવાનું છે
અમેરિકામાં ભણતરનું સપનું જોનારા ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો, ટ્રમ્પ વહીવટીતંત્રે લીધું મોટું પગલું
Opinion
