- National
- મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું
મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું

કોંગ્રેસ નેતા પવન ખેરાએ આરોપ લગાવ્યો કે વિદેશ મંત્રી એસ જયશંકરે ઓપરેશન સિંદુર પહેલા પાકિસ્તાનને ભારતની એર સ્ટ્રાઇક વિશે માહિતી આપી દીધી હતી. ખેરાએ સાથે સાથે દિવગંત પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇને પણ લપેટામાં લઇ લીધા હતા. તેમણે કહ્યું કે, મોરારજી દેસાઇને નિશાન એ પાકિસ્તાનની નવાજેશના ગુનાની કિંમત આજે પણ ભારત ભોગવી રહ્યું છે.
મોરારજી દેસાઇને 19 મે 1990ના દિવસે પાકિસ્તાનનું સર્વોચ્ય નાગરિક સન્માન નિશાન એ પાકિસ્તાન એનાયત કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબોધ સુધારવા, કશ્મીર મુદ્દે શાંતિ વાર્તા કરવા, 17 વર્ષ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિક્રેટ મેચ શરૂ કરવા અને લાહોર દિલ્હીની ટ્રેન શરૂ કરવામાં મહત્ત્વના યોગદાન બદલ આ સન્માન અપાયું હતું.
જો કે પવન ખેરાએ કહ્યું કે, મોરારજી દેસાઇને નિશાન પાકિસ્તાન સન્માન એટલા માટે આપવામાં આવ્યું હતું કે, મોરારજી દેસાઇએ પાકિસ્તાનની જિયા ઉલ હકને ભારતના RAW એજન્ટોના ઓપરેશન કહુટા વિશે માહિતી શેર કરી દીધી હતી. જે ઓપરેશન પાકિસ્તાનમાં ન્યુક્લીયર પ્રોજેક્ટ ક્યાં ચાલે છે તેની માહિતી મેળવવા માટે હતું. મોરારજી દેસાઇની માહિતી પછી પાકિસ્તાને ભારતના ભારતના RAW એજન્ટોને શોધી શોધીને ખતમ કરી દીધા હતા.
Related Posts
Top News
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ
Opinion
