મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને 9 આતંકી ઠેકાણા તબાહ કરી દીધા. આ વાત પાકિસ્તાનને હજમ ન થઈ. ભારતની એરસ્ટ્રાઈકથી પાકિસ્તાન એટલું બોખલાઈ ગયું અને તેણે સામાન્ય નાગરિકો અને રેસિડેન્સિયલ વિસ્તારોમાં હુમલો કરવાનો ચાલુ કરી દીધો. ભારતે પણ જવાબી કાર્યવાહી કરતાં તેના નૂર ખાન એરબેઝ અન્ય એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું. ત્યારબાદ પાકિસ્તાન અન્ય દેશો સામે આજીજી કરવા લાગ્યું કે કોઈ તો ભારતને રોકો! અને પછી પાકિસ્તાને ભારત સામે ઘૂંટણ ટેકવી દીધા અને સીઝફાયર માટે વાતચીત કરી. 10 મેના રોજ બંને દેશો વચ્ચે પરસ્પર સહમતિથી યુદ્ધવિરામ થયો.

operation sindoor
barandbench.com

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા આ મિની યુદ્ધમાં ઇબકોટ ગામની મસ્જિદને નુકસાન થયું હતું. તેને સારી કરવામાં ભારતીય સેનાએ મદદ કરી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી તાજેતરની લડાઈમાં મસ્જિદને નુકસાન થયું હતું. સીમા પારથી થયેલા ગોળીબાર દરમિયાન મસ્જિદની છતને નુકસાન થયું હતું અને સોલાર પ્લેટ સિસ્ટમ પણ બર્બાદ થઈ ગઈ હતી. આ દરમિયાન નમાઝ વાંચવાની જગ્યાએ સાદડી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ.  મસ્જિદને થયેલા નુકસાનથી સ્થાનિક સમુદાય નારાજ હતો. તેમને નમાઝ વાંચવા અને ધાર્મિક સભાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ જોઈને ભારતીય સેના મદદ માટે સામે આવી.

masjid
aajtak.in

સેનાએ છતનું સમારકામ કરાવ્યું, સૌર ઉર્જા પ્લેટો ફરીથી લગાવી અને હુમલામાં ખરાબ થયેલી સાદડીની જગ્યાએ નવી સાદડી મૂકી. હવે મસ્જિદ ફરી એક વખત સમુદાય માટે તૈયાર છે. આ મદદ સીમાવર્તી ક્ષેત્રોમાં શાંતિ બનાવી રાખે અને માનવીય મદદ આપવા માટે ભારતીય સેનાના પ્રયાસોનો એક હિસ્સો છે. ઇબકોટના ગ્રામજનોએ સેનાની તાત્કાલિક કાર્યવાહી અને સહાનુભૂતિ માટે આભાર માન્યો. સમુદાયના વૃદ્ધોએ ન માત્ર વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવામાં, પરંતુ મુશ્કેલ સમયમાં લોકોની સાથે ઉભા રહેવામાં પણ સેનાની ભૂમિકાની પ્રશંસા કરી.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.