- National
- દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક
દિલ્હી હાઈકોર્ટે 'ઉદયપુર ફાઇલ્સ' પર સ્ટે મૂક્યો, નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો કર્યો સંપર્ક

2022નો ચર્ચિત કન્હૈયા લાલ હત્યા કેસ પર આધારિત ક્રાઈમ ડ્રામા થ્રિલર ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' આજકાલ તેના સંવેદનશીલ વિષયોને કારણે સમાચારમાં છે. વિજય રાજ અભિનીત આ ફિલ્મનું દિગ્દર્શન ભરત એસ. શ્રીનેત અને જયંત સિંહા દ્વારા કરવામાં આવ્યું છે અને અમિત જાની દ્વારા નિર્મિત છે. ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું ત્યારથી આ ફિલ્મ હેડલાઇન્સમાં આવી ગઈ છે. અહેવાલ છે કે 'ઉદયપુર ફાઇલ્સ: કન્હૈયા લાલ દરજી મર્ડર કેસ'ના નિર્માતાએ 10 જુલાઈના દિલ્હી હાઇકોર્ટના નિર્ણયની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં ફિલ્મની રીલિઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
રીલિઝના એક દિવસ પહેલા પ્રતિબંધ લાદવામાં આવ્યો
વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ આજે તાત્કાલિક સુનાવણી માટે અરજીનો ઉલ્લેખ કર્યા પછી, ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ મામલાને એક કે બે દિવસમાં સૂચિબદ્ધ કરવાનો નિર્ણય લીધો. તાજેતરમાં, દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' ની રીલિઝના એક દિવસ પહેલા 10 જુલાઈના રોજ રીલિઝ પર રોક લગાવી હતી. આ ફિલ્મ 11 જુલાઈના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે ફિલ્મના પ્રદર્શન પર વચગાળાનો સ્ટે લાદ્યો હતો.
શેના વિશે છે ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ'?
તમને જણાવી દઈએ કે 28 જૂન, 2022 ના રોજ, બે હુમલાખોરો ગ્રાહક તરીકે કન્હૈયા લાલ સાહુની દુકાન પર પહોંચ્યા હતા. તેમાંથી એકે કન્હૈયાલાલ પર છરી વડે હુમલો કર્યો અને જેવું બીજાનું માપ લેવાનું શરૂ કરતા જ તેમનું માથું કાપી નાખ્યું. એટલું જ નહીં, હુમલાખોરોએ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી અને વીડિયો ફૂટેજ ઓનલાઈન શેર કર્યા, જેનાથી રાષ્ટ્રીય વિવાદ સર્જાયો.
ફિલ્મમાં આ કલાકારો જોવા મળશે
આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેતા વિજય રાજ કન્હૈયા લાલ, પ્રીતિ ઝાંગિયાની, મુશ્તાક ખાન, પુનીત વશિષ્ઠ, મૌલાના તરીકે દુર્ગેશ ચૌહાણ, શકુંતલા રેઝ તરીકે મીનાક્ષી ચુગ, કાંચી સિંહ, એહસાન ખાન, કમલેશ સાવંત, રઘુવંશી સિંહ તરીકે નિકુંજ અગ્રવાલ, RAW ઓફિસર તરીકે ફરહીન ફલક અને યશ સાહુ તરીકે આદિત્ય રાઘવ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના નિર્માતાઓએ 4 જુલાઈ, 2025 ના રોજ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ફિલ્મનું સત્તાવાર ટ્રેલર રીલિઝ કર્યું હતું. ફિલ્મનું સંગીત રાજ આશુ, રેવન આરતી સિંહ અને જીતેન્દ્ર જાવડાએ આપ્યું છે.
Related Posts
Top News
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?
Opinion
