- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 11-11-2025
વાર- મંગળવાર
મેષ - નવું કામ મળી રહે, ધંધા નોકરીનાં પ્રગતિ થશે, ઘરની બાબતોમાં તણાવ રહેશે.
વૃષભ - હરવા ફરવામાં આનંદનો દિવસ, તમારા કામોમાં પડોશીઓની મદદ મળશે, ભાઈ બહેનનો સહકાર પણ મળી રહેશે.
મિથુન - આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી, કોઈને પણ વણમાંગી સલાહ આપવી નહીં, ભક્તિમાં વધારો થાય.
કર્ક - આજે તમારી ઓળખાણોનો બીજા લોકો ફાયદો ન ઉઠાવે ધ્યાન રાખવું, ભાગીદારીના કામમાં લાભ વધશે.
સિંહ - અકારણ ના ખર્ચથી બચો, મોસાળ તરફથી લાભ મળશે, ભગવાન સૂર્યનું ધ્યાન અવશ્ય કરો.
કન્યા - વિદ્યા અભ્યાસ માટે સારો દિવસ, સામાજિક કામોમાં સાચવવું, નોકરી ધંધામાં મહેનત વધે.
તુલા - નોકરી ધંધામાં સંઘર્ષ વધે, ઘરમાં સારા પ્રસંગોની રચના થઈ શકે, ગુસ્સા પર કાબુ રાખવો.
વૃશ્ચિક - બહારના કામોમાં ધીરજ રાખવી જરૂરી, લોકોના સહકારથી કામ સરળ બને, સમયસર ભોજન લેવું જરૂરી.
ધન - તમારી વાણીના પ્રભાવથી ધારેલું કામ પાર પાડી શકશો, તબિયતની કાળજી લેવી જરૂરી, નવી વસ્તુઓ પાછળ ખર્ચ થાય.
મકર - પતિ પત્નીના સંબંધો મજબૂત બને, પરિવારમાં સુમેળ રહે, સામાજિક કાર્યોમાં આનંદ રહે.
કુંભ - તમારી બચતમાં વધારો થાય, કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે, નવું કામ મળતા આનંદ રહે.
મીન - સમાજમાં નામના પ્રતિષ્ઠા વધે, વધુ આત્મવિશ્વાસથી કરેલુ કામ નુકસાન પહોંચાડશે, બાળકોની બાબતમાં હજી ધ્યાન આપવું જરૂરી. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

