- Health
- રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી રોગને દૂર કરી શકે છે આ ચાર જ્યૂસ
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી રોગને દૂર કરી શકે છે આ ચાર જ્યૂસ

ઘણા લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેઓ ઝડપથી નાની-નાની બીમારીઓના ઝપેટમાં આવી જતા હોય છ પરંતુ આજે અમે એવા ચાર જ્યુસ વિષે માહિતી આપશું કે જે જ્યુસ તમને કોઈ પણ જગ્યા પર સરળતાથી મળી જશે અને તે પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે. લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરનારા જ્યુસમાં કોબીનું જ્યુસ, ગાજરનું જ્યુસ, ઘઉંના જવારા અને વેટનું જ્યુસ અને પાલકના જ્યુસનો સમાવેશ થાય છે.
જ્યુસના ફાયદાઓ
કોબીનું જ્યુસ
કોબીના જ્યુસને અમૃત સમાન કહેવામાં આવે છે. કોબીને કમરકલ્લાના નામથી પણ ઓળખવામાં આવે છે. શાકમાર્કેટમાં સરળતાથી મળતી કોબીનું જ્યુસ કેન્સર, કોલાઇટીસ, હ્રદય રોગ, અલ્સર, લોહીના ગઠ્ઠા જામવા, હાઈ બ્લડ પ્રેસર, ઊંધ ન આવવી અને પથરી જેવા રોગોમાં ખૂબ લાભદાયક છે.
ગાજરનું જ્યુસ
ગાજરના જ્યુસને દૂધ કરતા પણ વધારે ઉત્તમ માનવામાં આવે છે. ગાજરનું જ્યુસ પીવાથી આંખોમાં થતા નાના-મોટા રોગ અને મોતિયાથી બચી શકાય છે. આ ઉપરાંત બ્રેસ્ટ કેન્સર, પેટનું કેન્સર, ફેફસાના કેન્સરની બીમારી, લીવર, પેટના આતરડા, દાંતના પેઢાના રોગોમાં લાભદાયક છે.
ઘઉંના જવારા અને વેટનું જ્યુસ
ઘઉંના જવારાને આયુર્વેદમાં ગ્રીન બ્લડ અને ધરતીની સંજીવનીના નામથી પણ ઓળખવામાં આવે છે અને વેટને અમૃતના નામથી ઓળખવામાં આવે છે. બંનેને મિક્ષ કરીને બનાવવામાં આવતું જ્યુસ અમૃત સમાન છે. ઘઉંના જવારા અને વેટનું જ્યુસ પીવાથી શરીરમાં ગયેલા ખરાબ પદાર્થોનો નિકાલ થાય છે. આ જ્યુસ હ્રદય બ્લોકેજ, કિડની, લીવર, બ્લડ શુગર જેવા ઘણા રોગો માટે ખૂબ ફાયદાકારક છે.
પાલકનું જ્યુસ
પાલક શાકમાર્કેટમાં સરળતાથી મળી રહે છે. પાલક લોહીમાં રહેલા લાલ કણને વધારવાની સાથે-સાથે કબજીયાતની બીમારીને દૂર કરવાનું કામ કરે છે. પાલક મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, એમીનો એસીડ, ફોલિક એસીડ, કોપર, વિટામીન A, વિટામીન B2, વિટામીન B6, વિટામીન E, પોટેશિયમ અને વિટામીન Cનો સ્ત્રોત છે.
Related Posts
Top News
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'
બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
Opinion
-copy.jpg)