- Lifestyle
- રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ ત...
રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ તો મળ્યો જવાબ
આ સમાચાર વાંચ્યા બાદ, બીજી વાર ઓર્ડર નાઉ બટન દબાવતા પહેલા તમારા હાથ ચોક્કસ ધ્રૂજશે! આપણે બધા જાણીએ છીએ કે ઓનલાઈન ફૂડ થોડું મોંઘુ હોય છે, પરંતુ ‘થોડું મોંઘુ’ અને 'ધોળા દિવસે લૂંટ' વચ્ચે તફાવત હોય છે. X પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જે ઓનલાઈન ફૂડ ડિલિવરીની વાસ્તવિકતા ઉજાગર કરે છે! મામલો એવો છે કે 320 રૂપિયાની કિંમતનું ભોજન ઝોમેટો પર 655 રૂપિયામાં બતાવવામાં આવી રહ્યું છે. એટલે કે કિંમત સીધી બમણાથી વધુ થઈ જાય છે!
X પર યુઝર @NalinisKitchenએ 10 જાન્યુઆરીની એક ફોટો પોસ્ટ કર્યો, જેણે સોશિયલ મીડિયા પર બહેસ શરૂ કરી દીધી છે. તસવીરમાં એક રેસ્ટોરાંનું 9 જાન્યુઆરી, 2026ના રોજનું મૂળ ટેકઅવે બિલ છે, અને તે જ ઓર્ડર ઝોમેટો એપ પર બતાવવામાં આવ્યું છે.
https://twitter.com/NalinisKitchen/status/2009840030081266162?s=20
રેસ્ટોરાંનું નામ ‘ત્રિશિવ ચાઇનીઝ કોર્નર’ છે. બિલમાં સ્પષ્ટપણે લખ્યું છે કે: ચાઇનીઝ ભેલ ફુલ: 160 અને વેજ મન્ચુરિયન ફુલ: 160, જેનું ટોટલ થયું 320 રૂપિયા. પરંતુ જ્યારે ઝોમેટો એપ પર તે જ ઓર્ડર આપવામાં આવ્યો, ત્યારે કહાની પલટી ગઈ. એપમાં બંને વાનગીઓની કિંમત લગભગ બમણી દેખાઈ અને ડિસ્કાઉન્ટ લાગૂ કર્યા બાદ પણ, યુઝરને કિંમત 550 રૂપિયાથી વધુ બતાવવામાં આવી હતી. મતલબ કે, રેસ્ટોરાં 320 રૂપિયા ચાર્જ કરી રહ્યું છે, જ્યારે એપ 655 રૂપિયા બતાવી રહી છે.
@NalinisKitchenએ Zomatoને ટેગ કરતા લખ્યું કે, આ કિંમતનો તફાવત Absolutely insane છે અને ગ્રાહકો પાસેથી સ્પષ્ટપણે વધુ પડતો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. તેમનો પ્રશ્ન સરળ હતો: જો ખાવાનું એજ હોય, રેસ્ટોરાં એજ હોય, તો કિંમત બમણી કેવી રીતે?
Zomato Careએ આ બાબતનો જવાબ આપ્યો: ‘હાઇ નલિની, અમારા પ્લેટફોર્મ પર કિંમતો પૂરી રીતે રેસ્ટોરાં પાર્ટનર નક્કી કરે છે. અમે તો ફક્ત મધ્યસ્થી છીએ. અમે તમારી ફરિયાદ તેમના સુધી પહોંચાડી દઇશું. જો તમારી પાસે કોઈ વધુ પ્રશ્નો હોય, તો નિઃસંકોચ અમારો સંપર્ક કરો. અમે હંમેશાં મદદ કરવા માટે ઉપસ્થિત છીએ.’ પછી યુઝરે પૂછ્યું કે: ‘Zomato દરેક ઓર્ડર પર રેસ્ટોરાં પાસે કેટલું કમિશન લે છે?’ જોકે, Zomato તરફથી આ પ્રશ્નનો જવાબ ન આવ્યો.
આ મુદ્દા પર, યુઝર્સે કહ્યું કે, ‘ભાઈ, આળસ છોડો. જો રેસ્ટોરાં નજીકમાં હોય, તો જાતે જ જઈને લઈ આવો, અથવા સીધા રેસ્ટોરાંમાં ફોન કરીને ઓર્ડર આપી દો. આ એપ્સ સુવિધાના નામ પર જે કન્વિનિયન્સ ફીસ અને અને મોંઘી કિંમતો વસૂલી રહ્યા છે, તેમાં તો તમે સરળતાથી બે વાર પેટ ભરીને ખાઈ શકો છો. આ તસવીર એ વાતનો પુરાવો છે કે તમારી સુવિધાની કિંમત તમારા ખિસ્સામાંથી કાપીને ચૂકવવામાં આવી રહી છે.’

