આ જિલ્લાના 400 સરપંચોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી, કારણ સામે આવ્યું

ચૂંટણી વચ્ચે મતદાનનો બહિષ્કાર કરવાના અહેવાલો પણ છે. ઘણી વખત, મતદારો ઉમેદવારોથી નારાજ હોવાને કારણે, તેમના સ્થાનિક મુદ્દાઓને લઈને અથવા જો છેલ્લી ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂરા ન થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપે છે. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પણ ઘણા રાજ્યો અને લોકસભા મતવિસ્તારોમાંથી ચૂંટણીના બહિષ્કારના અહેવાલો આવ્યા છે.

આ દિવસોમાં ભીંડમાં જિલ્લા પંચાયત કચેરી એક અખાડો બની ગઈ છે. અહીં જિલ્લા પંચાયતના CEO જગદીશ કુમાર ગોમે સરપંચોને નિયમો શીખવતા મનરેગા હેઠળ મજૂરો દ્વારા કરવામાં આવતા વિકાસ કામો કરાવવાનો આદેશ બહાર પાડ્યો હતો. જેને લઈને સરપંચો રોષે ભરાયા હતા. જ્યારે સરપંચોએ જણાવ્યું હતું કે, કામદારો નથી. તો તેના પર સીધું જ કહેવામાં આવ્યું હતું કે, જો મશીનની મદદથી કોઈ કામ કરવામાં આવશે તો તેનું પેમેન્ટ અટકાવી દેવામાં આવશે. આ બાબત સમગ્ર જિલ્લાના સરપંચોને પરેશાન કરી રહી છે. તેઓ આ મુદ્દે એકત્રિત થઇ રહ્યા છે. સરપંચોએ એક બેઠક બોલાવી હતી, જેમાં તેઓએ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની વાત પણ કરી હતી.

ચંબલ વિસ્તારના ભીંડ જિલ્લામાં સરપંચોએ એક થઈને જિલ્લા પંચાયતના CEO સામે નારાજગી વ્યક્ત કરી છે અને લોકસભા ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે. લગભગ 400 સરપંચો ઇટાવા રોડ પર સ્થિત એક ખાનગી મેરેજ ગાર્ડનમાં એકઠા થયા હતા અને લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હકીકતમાં ભિંડ જિલ્લાના સરપંચ જિલ્લા પંચાયતના CEO જગદીશ ગોમેથી નારાજ છે. સરપંચોનું કહેવું છે કે, જિલ્લા પંચાયતના CEO દ્વારા સરપંચો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે અને તેમની પંચાયતોમાં કામ થવા દેવામાં આવતું નથી.

સરપંચોએ આક્ષેપ કર્યો હતો કે, સચિવોની બેઠકમાં જિલ્લા પંચાયતના CEOએ સરપંચો સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. સરપંચોનું કહેવું છે કે, જિલ્લા પંચાયતના CEO પંચાયતમાં કામ થવા દેતા નથી, આથી તમામ સરપંચો એક થઇ ગયા છે.

400 જેટલા સરપંચો એક ખાનગી મેરેજ ગાર્ડનમાં એકઠા થયા હતા અને એક બેઠક યોજી હતી અને નિર્ણય લીધો હતો કે, જિલ્લા પંચાયતના CEOની ભિંડમાંથી બદલી કરવામાં આવે અને તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે. જો આમ નહીં થાય તો તમામ સરપંચો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે.

આટલું જ નહીં, તે પોતાના ગામ પહોંચીને લોકોને આ સંદેશ આપશે કે, લોકોએ પણ તેમને સમર્થન આપવું જોઈએ અને ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ. જો કે, હજુ સુધી આ મામલે જિલ્લા પંચાયતના CEO તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ એક તરફ જિલ્લા વહીવટીતંત્ર મતદાનની ટકાવારી વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે સરપંચો દ્વારા ચૂંટણી બહિષ્કારની જાહેરાતના કારણે મતદાનની ટકાવારીને અસર થાય તેવી શક્યતાઓ નજરે પડે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.