- Loksabha Election 2024
- મિલોર્ડ, મોદી પર લગાવો 6 વર્ષનો પ્રતિબંધ, કોર્ટ પહોંચી ચૂંટણી લડાઈ
મિલોર્ડ, મોદી પર લગાવો 6 વર્ષનો પ્રતિબંધ, કોર્ટ પહોંચી ચૂંટણી લડાઈ

લોકસભાની ચૂંટણીની લડાઈ હવે કોર્ટ પહોંચી ચૂકી છે. દિલ્હી હાઇ કોર્ટમાં એક વકીલે અરજી દાખલ કરીને અપીલ કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 6 વર્ષ સુધી ચૂંટણી ન લડવાનો પ્રતિબંધ લગાવવામાં આવે. અરજીકર્તાએ પોતાની અરજીમાં કહ્યું કે, લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કથિત રૂપે ભગવાન અને પૂજા સ્થળના નામ પર વોટ માગીને આદર્શ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. એટલે તેમને ચૂંટણી લડતા રોકવામાં આવે. આ અરજી આનંદ એસ. જોન્ધલે નામના એક વકીલે દાખલ કરી છે.
જોન્ધલેએ પોતાની અરજીમાં ઉત્તર પ્રદેશના પીલીભીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 એપ્રિલના ભાષણનો સંદર્ભ આપ્યો અને કહ્યું કે, તેમણે પોતાના ભાષણ દરમિયાન મતદાતાઓને હિન્દુ દેવી દેવતાઓ અને હિન્દુ પૂજા સ્થળો સાથે સાથે સિખ દેવતાઓ અને સિખ પૂજા સ્થળોના નામ પર ભાજપને વોટ આપવાની અપીલ કરી છે. અરજીકર્તાએ પોતાની અરજીમાં વડાપ્રધાન મોદીને 6 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવાની માગ કરી છે. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ મુજબ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આરોપી નંબર 2 (વડાપ્રધાન નરેન્દ્ર મોદી)એ પોતાના ભાષણમાં કથિત રૂપે કહ્યું કે, તેમણે રામ મંદિરનું નિર્માણ કરાવ્યું છે.
આરોપી નંબર-2એ એમ પણ કહ્યું કે, તેમણે કરતારપુર સાહિબ કોરિડોર વિકસિત કરાવ્યું અને ગુરુદ્વારાઓમાં પીરસાતા લંગરોમાં ઉપયોગ થતી સામગ્રીને GSTમાંથી હટાવી. તેમણે અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબની કોપીઓ પરત મગાવી છે. અરજીકર્તાએ પોતાની અરજીમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન માત્ર હિન્દુ અને સિખ દેવી દેવતાઓ અને તેમના પૂજા સ્થળોના નામ પર વોટ માગ્યા, પરંતુ વિપક્ષી રાજનીતિક દળો વિરુદ્ધ મુસ્લિમોનો પક્ષ લેવાની ટીપ્પણીઓ પણ કરી.
Related Posts
Top News
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
Opinion
