- Maharashtra Assembly Election
- મહારાષ્ટ્રમાં આગામી CM કોણ બનશે? અમિત શાહે આપી દીધો આડકતરો ઇશારો
મહારાષ્ટ્રમાં આગામી CM કોણ બનશે? અમિત શાહે આપી દીધો આડકતરો ઇશારો

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે ચૂંટણી છે અને ભાજપ મહાયુતિ ગઠબંધન સાથે મેદાનમાં ઉતરેલી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રવાસમાં ગયેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક નિવેદનમાં મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે તેનો આડકતરો ઇશારો આપી દીધો હતો.
અમિત શાહ સાંગલી જિલ્લાના શિરાલામાં ચૂંટણી સભા સંબોધવા ગયા હતા, ત્યાં તેમણે કહ્યું કે, છેલ્લાં દોઢ મહિનાથી મહારાષ્ટ્રના બધા વિસ્તારોમાં હું ફરી રહ્યો છુ અને લોકોની એવી ભાવના છે કે મહાયુતિ સરકારમાં બની રહે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની જીત થાય.
રાજકારણના જાણકારોનું કહેવું છે કે, ભલે અમિત શાહે ફડણવીસનું સીધું નામ CM તરીકે ન લીધું હોય, પરંતુ ઇશારો અ તરફ જ છે, કારણકે, અમિત શાહ દેવેન્દ્ર ફડણવીસ જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તેવા નાગપુર સાઉથ વેસ્ટ વિધાનસભામાં નહોતા બોલ્યા તેઓ એ મત વિસ્તારમાં બોલ્યા જે ફડણવીસનો મત વિસ્તાર નથી. મતલબ કે શાહ ફડણવીસને આગામી મુખ્યમંત્રી બનાવવા માંગે છે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!
Opinion
