- National
- BJP નેતાએ પ્રશાંત કિશોર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો
BJP નેતાએ પ્રશાંત કિશોર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો
બિહાર ભાજપની કાર્યસમિતિના સભ્ય કૃષ્ણ કુમાર સિંહે પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર વિરુદ્ધ FIR નોંધાવી છે. FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, એક મીડિયા કોન્ક્લેવ દરમિયાન પ્રશાંત કિશોરે ભાજપના નેતા અને પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીને લઈને ખોટું નિવેદનો આપ્યું. કૃષ્ણ કુમાર સિંહનું કહેવું છે કે પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, સમ્રાટ ચૌધરી માત્ર સાત પાસ છે અને તેમનું સાચું નામ રાકેશ કુમાર હતું, જેને બદલીને સમ્રાટ ચૌધરી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત FIRમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રશાંત કિશોરે પ્રદેશ ભાજપ અધ્યક્ષખ દિલીપ જાયસ્વાલની છબીને નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.
પ્રશાંત કિશોર વિરુદ્ધ નોંધાઇ FIR
કૃષ્ણ કુમાર સિંહે પોલીસને બંને મામલાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને પ્રશાંત કિશોર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના નિવેદનથી ભાજપના નેતાઓની વિશ્વસનીયતાને નુકસાન પહોંચે છે અને તે રાજકીય રીતે દુર્ભાવનાપૂર્ણ ઇરાદો દર્શાવે છે.
હાલમાં, ગાંધી મેદાન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ કેસમાં શું કાર્યવાહી કરે છે અને પ્રશાંત કિશોર સામે શું કાયદાકીય કાર્યવાહી થાય છે?
તમને જણાવી દઈએ કે, પ્રશાંત કિશોરે 2022માં જન સૂરજ આંદોલન શરૂ કર્યું હતું. જેમનું લક્ષ્ય બિહારની 2025 વિધાનસભા ચૂંટણીમાં સક્રિય ભાગીદારી છે. NDA સરકાર સામે તેમની ટીકા અગાઉ પણ લાઈમલાઇટમાં રહી છે, પરંતુ આ પહેલો મામલો નથી કે જ્યાં વ્યક્તિગત ટિપ્પણીને લઈને પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હોય.
કૃષ્ણ કુમાર કલ્લૂએ અગાઉ પણ ઘણા નેતાઓ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ બદલ ફરિયાદો નોંધાવી છે. આ સંદર્ભમાં, કૃષ્ણ કુમાર કલ્લૂ દ્વારા પ્રશાંત કિશોર વિરુદ્ધ પટનાના ગાંધી મેદાનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે.

