આંધ્ર પ્રદેશમાં યોજાશે 'અખિલ ભારતીય સમન્વય બેઠક', RSS વડા ડૉ.મોહન ભાગવત રહેશે હાજર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત વિવિધ સંગઠનોની વાર્ષિક 'અખિલ ભારતીય સમન્વય બેઠક' આ વર્ષે યુગાબ્દ 5128, વિક્રમ સંવત 2083 શ્રાવણ શુક્લ સપ્તમી, અષ્ટમી અને નોમ એટલે કે 19 થી 21 ઓગસ્ટ 2026 દરમિયાન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના ગુડીલોવા ખાતે યોજાવા જઈ રહી છે. દર વર્ષે નિયમિતપણે યોજાતી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સંઘ પ્રેરિત 32 જેટલા વિવિધ સંગઠનોના રાષ્ટ્રીય કક્ષાના પદાધિકારીઓ ભાગ લેશે.

02

આ બેઠકમાં સંગઠનોના અખિલ ભારતીય અધ્યક્ષ, મહાસચિવ, સંગઠન મંત્રી તેમજ કેટલાક પસંદગીના મુખ્ય પદાધિકારીઓ હાજરી આપશે. આ સંગઠનો છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક જીવનમાં સક્રિય રહીને રાષ્ટ્રહિત, લોકજાગૃતિ અને જાહેર ક્ષેત્રની વિવિધ સમસ્યાઓના ઉકેલ તેમજ વ્યવસ્થા પરિવર્તનના કાર્યોમાં સતત કાર્યરત છે.

બેઠકમાં હાજર રહેનારા મુખ્ય સંગઠનો:

  • ભારતીય મજૂર સંઘ (BMS)
  • ભારતીય કિસાન સંઘ (BKS)
  • ભારતીય જનતા પાર્ટી (BJP)
  • વિશ્વ હિન્દુ પરિષદ (VHP)
  • અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)
  • સક્ષમ
  • રાષ્ટ્ર સેવિકા સમિતિ સહિત કુલ 32 સંગઠનો

આ અખિલ ભારતીય સમન્વય બેઠકમાં RSSના સરસંઘચાલક ડો. મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે, તમામ સહ-સરકાર્યવાહ તેમજ અખિલ ભારતીય કાર્ય વિભાગના પ્રમુખો વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે.

બેઠક દરમિયાન તમામ સંગઠનો પોતપોતાના કાર્યોનો અહેવાલ રજૂ કરશે અને મહત્વના વિષયો પર પોતાના મંતવ્યો તેમજ સૂચનો આપશે. સંગઠનો વચ્ચે પરસ્પર સમન્વય અને સહયોગને વધુ મજબૂત બનાવવો, જનકલ્યાણ અને નીતિગત બાબતો પર સંવાદ સાધવો એ આ બેઠકનો મુખ્ય હેતુ છે.

01

આ ઉપરાંત વસ્તી અસંતુલન, વ્યસનમુક્તિ અને નશાબંધી, યુવાનોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના, પંચ પરિવર્તનનું અમલીકરણ, વિકાસની ભારતીય અવધારણા, દેશની વર્તમાન પરિસ્થિતિ અને સામાજિક પડકારો જેવા વર્તમાન અને મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

About The Author

Top News

સુરતમાં સાસુ-વહુ બનીને આવેલી મહિલાઓ 11 જોડી ઝાંઝર ઉપાડી ગઇ

સુરત શહેરમાં જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી ચતુર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે અમરોલી વિસ્તારમાં પણ આવી જ એક...
Gujarat 
સુરતમાં સાસુ-વહુ બનીને આવેલી મહિલાઓ 11 જોડી ઝાંઝર ઉપાડી ગઇ

રાજકીય મતભેદો ભૂલીને મુંબઇમાં ભેગા થયા દિગ્ગજ, સુપ્રિયા સુલેની પુત્રીના લગ્નમાં હાજરી આપી

લોકશાહીની સુંદરતાનો પુરાવો એ છે કે દિલ્હીમાં સંસદ સત્ર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ વિવિધ મુદ્દાઓ પર ટકરાઈ રહ્યા...
Politics 
રાજકીય મતભેદો ભૂલીને મુંબઇમાં ભેગા થયા દિગ્ગજ, સુપ્રિયા સુલેની પુત્રીના લગ્નમાં હાજરી આપી

‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

જો તમે નાખુશ છો તો કારણ આપ્યા વિના રજા લેવાનો અધિકાર મળવો જોઈએ? ચીનની રિટેલ કંપની પાંગ ડોંગ લાઈએ...
Business 
‘ખુશ ના હોવ તો ઓફિસ ન આવતા’, હર્ષ ગોયેન્કાએ ચીનની 'અનહેપી લીવ' પોલિસી પર ચર્ચા છેડી દીધી

ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં 65 વર્ષીય શીલા દેવીની વાર્તાએ બધાને ચોંકાવી દીધા છે. પરિવારના જણાવ્યા મુજબ, ડોક્ટરોએ તેમને મૃત...
National 
ડોક્ટરોએ મૃત જાહેર કર્યા, પરંતુ શીલા દેવી અંતિમ સંસ્કાર પહેલા જ ઉભા થઇ ગયા! 9 દિવસ પછી...

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.