- National
- રોજ ખાય છે 60-70 રોટલીઓ, છતા શરીરમાં રહે છે નબળાઈ, મહિલાને આ કેવી બીમારી?
રોજ ખાય છે 60-70 રોટલીઓ, છતા શરીરમાં રહે છે નબળાઈ, મહિલાને આ કેવી બીમારી?
શું તમે સાંભળ્યું છે કે કોઈને ખાવાની બીમારી થઈ ગઈ છે? સ્વાભાવિક રીતે તમારો જવાબ ના હશે, પરંતુ એક મહિલાને ખાવાની બીમારી થઈ ગઈ છે. તે સવારથી સાંજ સુધી ખાતી રહે છે. હેરાનીની વાત એ છે કે તે મહિલા સવારથી રાત સુધી 60-70 રોટલી ખાય છે. છતા નબળાઈ અનુભવે છે. મહિલાના માતા-પિતા અને સાસરિયાના લોકો પરેશાન થઈ જાય છે. મહિલાની સારવાર પણ કરવવામાં આવી હતી, પરંતુ કોઈ ફાયદો ન થયો.
મહિલાનો દૈનિક આહાર 60-70 રોટલીઓનો છે. અમે તમને જે મહિલા બાબતે તમને જણાવી રહ્યા છીએ તે મધ્ય પ્રદેશના રાજગઢના સુઠાલિયા શહેર નજીક નેવજ ગામની રહેવાસી છે. મહિલાનું નામ મંજૂ સૌંધિયા (28) છે. તેના 2 બાળકો છે. મંજૂ 3 વર્ષ અગાઉ આ અજીબોગરીબ બીમારીની ભરડામાં આવી ગઈ હતી. આ બીમારીએ તેનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. મહિલા દરેક સમયે રોટલી ખાય છે અને પાણી પી છે.
મંજૂએ 6 મહિના અગાઉ એક મહિલા ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. તેને દાખલ કરાવીને સારવાર કરાવી કેમ કે તેને ગભરાટ થઈ રહી હતી. જ્યારે મહિલા ફરીથી ગઈ ત્યારે ડૉક્ટરે તેને મલ્ટીવિટામિનની દવાઓ આપી. મંજૂની સારવાર કરનાર મહિલા ડૉક્ટરે કહ્યું કે આ એક માનસિક બીમારી છે, જેમાં મંજૂ પોતાને ખોરાક અને પાણી વિના અનુભવે છે, એટલે મનને શાંત કરવા માટે વારંવાર રોટલી ખાય છે અને પાણી પી છે.
મહિલા ડૉક્ટરની સલાહ પર મંજૂએ ભોપાલના મનોચિકિત્સકની સલાહ પણ લીધી. તેમણે મંજૂને કહ્યું કે, આ માનસિક બીમારી નથી. મંજૂના ભાઈએ જણાવ્યું કે મંજૂને છેલ્લા કેટલાક સમયથી ટાઇફોઇડ હતો, જે સારો થઈ ગયો, પરંતુ મંજૂ છેલ્લા 3 વર્ષથી રોટલી ખાવાની આ અજીબોગરીમ બીમારીથી પીડાઈ રહી છે. ક્યારેક તે 20-30 તો ક્યારેક 60-70 રોટલી ખાય જાય છે.
મંજૂની સારવાર કરનાર મહિલા ડૉક્ટરે પરિવારના સભ્યોને રોટલી ખાવાની આદત છોડવા માટે ફળો, ખીચડી અને અન્ય ખાદ્ય પદાર્થો આપવાની સલાહ આપી છે. પિયર અને સાસરિયાના લોકોએ મંજૂની સારવાર કરાવી, પરંતુ કોઈ ફાયદો ન થયો. સારવારને કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. અત્યાર સુધી સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. પરિવાર પાસે મંજૂની સારવાર માટે પૈસા પણ નથી.

