નદીમાં ડૂબતી એક છોકરીને બચાવવા એક પછી એક 5 કૂદી પડ્યા; બધા ડૂબી ગયા, પણ છોકરી બચી ગઈ!

આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં શનિવારે સાંજે જે બન્યું તે બહાદુરી, માનવતા અને દુર્ઘટનાની દિલને હલાવી નાખે તેવી વાર્તા છે. અહીં એક સગીર છોકરી તુંગભદ્રા નદીમાં લપસીને પડી ગઈ. તેને બચાવવા પાંચ લોકો તુંગભદ્ર નદીમાં કૂદી પડ્યા હતા, પોલીસનું કહેવું છે કે તે બધા ડૂબી ગયા હતા, પરંતુ છોકરીને બચાવી લેવામાં આવી છે. મૃતકો નજીકના ગામના રહેવાસી હતા. બચાવ ટીમો તેમને શોધી રહી છે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ 4:30 વાગ્યાનો સમય હતો. મંત્રાલયમ વિસ્તારમાં વહેતી તુંગભદ્ર નદીના કિનારે લોકો એકઠા થયા હતા. એક સગીર છોકરી નદી કિનારે પગ ધોઈ રહી હતી ત્યારે તે પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને લપસી ગઈ અને નદીમાં પડી ગઈ. તે નદીના ભારે પ્રવાહમાં તણાઈ ગઈ.

Saving-Minor-Girl5
aajtak.in

છોકરીને નદીના ભારે પ્રવાહમાં તણાતી જોઈને, ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. કોઈને વિચારવાનો સમય નહોતો. છોકરીનો જીવ જોખમમાં હતો, અને કેટલાક લોકો તેને બચાવવા માટે તરત જ નદીમાં કૂદી પડ્યા. પરંતુ પછી જે બન્યું તે આખા વિસ્તારને આઘાત પહોંચાડી ગયું.

પહેલા, એક વ્યક્તિ છોકરીને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યો. પછી બીજો, ત્રીજો અને એમ જોત જોતામાં પાંચ લોકો તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યો. અંતે, છોકરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી. જોકે, નદીના જોરદાર પ્રવાહે પાંચ લોકો ડૂબી ગયા. જે લોકોએ બીજાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો તેઓ પોતે જ નદીના ઊંડાણ અને ભારે પ્રવાહમાં ફસાઈ ગયા.

થોડી જ વારમાં, પાંચેય લોકો ગાયબ થઈ ગયા. ઘટનાના સમાચાર ફેલાતાં જ, નજીકના ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં નદી કિનારે દોડી આવ્યા. પરિવારજનો ખૂબ જ દુઃખી થઈ ગયા. છોકરી, જેના માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા હતા, તેને બચાવી લેવામાં આવી, પરંતુ પાંચ પરિવારોના ઘરમાં શોક છવાઈ ગયો. છોકરીને બચાવવા ગયેલા પાંચ લોકો પાછા ફર્યા નહીં.

Saving-Minor-Girl3
siasat.com

પોલીસનું કહેવું છે કે, મૃતકો નજીકના ગામડાઓના રહેવાસી હતા. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ દુર્ઘટના પછી SDRF ટીમોને બોલાવવામાં આવી હતી. નદીમાં શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને ડૂબી ગયેલા લોકોની શોધ શરૂ કરવામાં આવી હતી. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, નદી કિનારે પગ ધોતી વખતે છોકરી લપસી ગઈ અને પાણીમાં પડી ગઈ. તેને બચાવવા માટે પાંચ લોકો નદીમાં કૂદી પડ્યા અને તેમની સાથે જ આ દુર્ઘટના થઈ. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે અને SDRFની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે.

નદીમાં પાણીનું સ્તર ઊંચું અને ભારે પ્રવાહને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નદીઓ, નહેરો અને જળાશયોના કિનારાની પાસે જતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ અને બાળકોને એકલા પાણીની નજીક જવા દેવા જોઈએ નહીં.

About The Author

Top News

મમતા બેનર્જીએ મહત્ત્વપૂર્ણ બેઠક રદ કરવી પડી; 80માંથી 60 ધારાસભ્યો ગેરહાજર; TMCએ આપ્યું આ કારણ

રવિવારે પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો હતો. નવા ચૂંટાયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્યોની એક મહત્ત્વપૂર્ણ...
Politics 
મમતા બેનર્જીએ મહત્ત્વપૂર્ણ બેઠક રદ કરવી પડી; 80માંથી 60 ધારાસભ્યો ગેરહાજર; TMCએ આપ્યું આ કારણ

નદીમાં ડૂબતી એક છોકરીને બચાવવા એક પછી એક 5 કૂદી પડ્યા; બધા ડૂબી ગયા, પણ છોકરી બચી ગઈ!

આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં શનિવારે સાંજે જે બન્યું તે બહાદુરી, માનવતા અને દુર્ઘટનાની દિલને હલાવી નાખે તેવી વાર્તા છે. અહીં...
National 
નદીમાં ડૂબતી એક છોકરીને બચાવવા એક પછી એક 5 કૂદી પડ્યા; બધા ડૂબી ગયા, પણ છોકરી બચી ગઈ!

નેપાળની નવી સરકારે 100 વચનોમાંથી 12 જ પૂરા કર્યા, 30 દિવસમાં 2 મંત્રીના રાજીનામા, Gen-Z ગુસ્સે

નેપાળના વડાપ્રધાનત્રી બાલેન શાહે પદ સંભાળ્યાને માત્ર બે મહિના થયા છે, છતા તેમની સરકાર અંગે પ્રશ્નો ઉભા થવા લાગ્યા...
World 
નેપાળની નવી સરકારે 100 વચનોમાંથી 12 જ પૂરા કર્યા, 30 દિવસમાં 2 મંત્રીના રાજીનામા, Gen-Z ગુસ્સે

પંજાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકતરફી જીત AAPને શું વિધાનસભામાં ફાયદો અપાવશે?

પંજાબના નાગરિક સંસ્થા ચૂંટણીના પરિણામોએ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણની દિશા અંગે સંકેતો આપ્યા છે. ચૂંટણી પરિણામોમાં શાસક...
Politics 
પંજાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકતરફી જીત AAPને શું વિધાનસભામાં ફાયદો અપાવશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.