- National
- હેલિકોપ્ટર જેવી દેખાતી કાર જપ્ત, જોઈને પોલીસવાળા પણ થઈ ગયા હેરાન
હેલિકોપ્ટર જેવી દેખાતી કાર જપ્ત, જોઈને પોલીસવાળા પણ થઈ ગયા હેરાન

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના પટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક અનોખી કાર જપ્ત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જૌનપુર જિલ્લાના મહારાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના લોહિન્દાના રહેવાસી રાજ નારાયણે પોતાની કારને હેલિકોપ્ટર જેવી દેખાય તે માટે મોડિફાઈ કરી હતી. આ કારને લગ્નમાં વરરાજા માટે ભાડેથી આપવામાં આવતી હતી. કહેવામા આવી રહ્યું છે કે, પટ્ટીના પોલીસકર્મી અવન કુમાર દીક્ષિત બધવા બજારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે હેલિકોપ્ટર જેવા આકારની એક અનોખી કાર જોઈ.

આ કાર રોહિડાના રહેવાસી દિનેશ કુમાર પટેલ ચલાવી રહ્યા હતા. પોલીસકર્મી અવન કુમાર પણ કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે કારને તરત જ રોકી દીધી. ત્યારબાદ કારને પોલીસ સ્ટેશન લઈ ગયા અને સીઝ કરી દીધી. સાથે જ કારનું 25,000 રૂપિયાનું ફાડી દીધું. અપર પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, તેઓ સતત આવા મોડિફાઇડ વાહનો પર કાર્યવાહી કરી રહ્યા છે. આ અગાઉ, તેમણે આવી 18-20 બુલેટ બાઇક સામે પણ કાર્યવાહી કરી હતી. જેના સાયલેન્સરમાંથી અલગ પ્રકારનો અવાજ આવતો હતો. આ કારને 207 MB એક્ટ હેઠળ સીઝ કરતા 25,000 રૂપિયાનું ચલણ ફાડવામાં આવ્યું છે.

જે સમયે કાર પોલિસકર્મીએ રોકી હતી તે સમયે કાર જોવા માટે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. સાથે જ, જ્યારે કાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી તો પણ મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે પહોંચી ગયા હતા. કેમ કે લોકોએ આવી કાર ક્યારેય જોઈ નહોતી. આ કારને હેલિકોપ્ટરની જેમ મોડિફાઇ કરીને બનાવવામાં આવી હતી. ગુરુવારે મોડી સાંજે કાર માલિક કોર્ટમાંથી રીલિઝ ઓર્ડર લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરંતુ પોલીસે એમ કહેતા કાર છોડવાનો ઇનકાર કરી દીધો કે કાર છોડવાનો ઓર્ડર છે પરંતુ કોર્ટે તેનું જે વર્તમાન સ્વરૂપ છે, તેને છોડવાનો કોઈ આદેશ આપ્યો નથી.