40 રૂપિયા ઉધાર લઈને કર્યું એવું કામ કે શ્રમિક થોડા જ કલાકોમાં બની ગયો કરોડપતિ

રવિવારનો દિવસ મજૂર ભાસ્કર માજી માટે ખુશીના સમાચાર લઈને આવ્યો હતો, તેણે જણાવ્યું કે, રવિવારે તે નાપારા બસ સ્ટેન્ડ પર બકરીઓ માટે ઘાસ કાપવા આવ્યો હતો. પરંતુ તેની પાસે લોટરીની ટિકિટ ખરીદવા માટે પૈસા ન હતા. તેણે પોતાને ઓળખતા એક વ્યક્તિ પાસેથી 40 રૂપિયા ઉછીના લીધા અને પછી 60 રૂપિયાની ટિકિટ ખરીદી. બપોરે તેને ખબર પડી કે તેણે લોટરીમાં પહેલું ઇનામ જીત્યું છે.

પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક રોજમદાર મજૂર થોડા જ કલાકોમાં કરોડપતિ બની ગયો. મજૂર બકરીઓ માટે ઘાસ કાપવા ગયો હતો અને જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે તેને ખબર પડી કે તે હવે કરોડપતિ છે. આ વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. તો ગામ લોકોએ તેને ઉજવણીનો માહોલ બનાવી દીધો હતો અને લોકો તેમને અભિનંદન આપવા આવવા લાગ્યા હતા.

આ ઘટના જિલ્લાના મંગલકોટના ખુર્તુબાપુર ગામમાં બની હતી. અહીં રહેતા ભાસ્કર માજી બીજાના ખેતરમાં મજૂરી કરે છે અને બકરીઓ પાળીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે છેલ્લા દસ વર્ષથી લોટરીની ટિકિટ ખરીદતો હતો. તેને એવી આશા હતી કે, એક દિવસ તેનું સપનું ચોક્કસ સાકાર થશે. રવિવારે સવારે તેણે 40 રૂપિયા ઉછીના લીધા અને લોટરીની ટિકિટ ખરીદી અને બપોરે તે કરોડપતિ બની ગયો.

મજૂર ભાસ્કર માજીએ જણાવ્યું કે, રવિવારે તે નાપારા બસ સ્ટેન્ડ પર બકરીના ચારા માટે ઘાસ કાપવા આવ્યો હતો. પરંતુ તેની પાસે લોટરીની ટિકિટ ખરીદવા માટે પૈસા ન હતા. તેણે પોતાને ઓળખતા એક વ્યક્તિ પાસેથી 40 રૂપિયા ઉછીના માંગ્યા, પછી મામેઝુલ ભાઈના લોટરી કાઉન્ટર પરથી 60 રૂપિયામાં ટિકિટ નંબર 95H83529 ખરીદી અને ઘરમાં પોતાના કામ પર લાગી ગયો. બપોરે તેને ખબર પડી કે, તેણે લોટરીમાં પહેલું ઇનામ જીત્યું છે. આ જાણ્યા પછી તેની ખુશીની કોઈ સીમા ન રહી.

લોટરી ટિકિટ વેચનાર મૌલિક શેખ મામેઝુલે જણાવ્યું કે, રવિવારે બપોરે 1.20 વાગ્યે તેમને ખબર પડી કે, ગામના ભાસ્કર માજીએ 1 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીત્યું છે. તે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં લોટરી કાઉન્ટર લગાવે છે. તે ખુશ છે કે, એક ગરીબ મજૂર તેની દુકાનમાંથી ખરીદેલી લોટરીની ટિકિટથી કરોડપતિ બની ગયો.

1 કરોડની લોટરી જીતનાર મજૂર ભાસ્કર માજીએ જણાવ્યું કે, તેમનું ઘર માટીનું બનેલું છે. વરસાદની મોસમમાં પાણી ટપકતું હોય છે. આ પૈસાથી અમે ઘર બનાવીશું અને અમારી દીકરીઓના લગ્ન માટે લીધેલા ઉછીના પૈસાને ચૂકતે કરીશું. તેની સાથે જ ખેતી માટે થોડી જમીન પણ ખરીદશે. ભાસ્કરની દીકરીઓએ જણાવ્યું કે, પિતાએ અમને બહુ મુશ્કેલીથી BA પાસ કરાવી અને ઉછીના પૈસા લઈને અમારી બે બહેનોના લગ્ન કરાવ્યા. હવે ભગવાને પાપાની તરફ જોયું છે.

About The Author

Related Posts

Top News

શું નોટબંધી અને મેક ઇન્ડિયાનીની જેમ સોવરેન ગોલ્ડ બોન્ડનો ફિયાસ્કો થયો છે?

ભારતના સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB)ની અત્યારે ચારેકોર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે ફાયનાન્શીલ પ્લાનર અને સેબી...
Business 
શું નોટબંધી અને મેક ઇન્ડિયાનીની જેમ સોવરેન ગોલ્ડ બોન્ડનો ફિયાસ્કો થયો છે?

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.