ખેડૂત માટે ભગવાન બન્યા ડૉક્ટર,ઈલાજમાં લગાવ્યા 5000 ઈન્જેક્શન,કારણ જાણી હેરાન થશો

રાજસ્થાનના પાલી જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમે ચોંકી જશો. મળતી માહિતી મુજબ, એક ખેડૂત પોતાના પાકને જંતુઓથી બચાવવા માટે તેના ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યો હતો. તે જ સમયે તેના શરીરમાં જંતુનાશક દવા પણ પ્રવેશી ગઈ હતી, જેના કારણે ખેડૂત બેભાન થઈ ગયો. પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તેઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. આ જંતુનાશક એટલું ઝેરી હતું કે તે ખેડૂતનો જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. ખેડૂતના શરીરની અંદર સુધી ઝેરી જંતુનાશક પહોંચી જવાને કારણે તેના બચવાની શક્યતાઓ નહિવત હતી. પરંતુ ડોકટરોએ હિંમત હારી ન હતી અને દર્દીનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. ખેડૂતને 24 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો, જે દરમિયાન દર્દીને 5000 ઈન્જેક્શન આપવામાં આવ્યા. આખરે તબીબોની મહેનત રંગ લાવી અને હવે દર્દી એકદમ ઠીક છે. લગભગ 600 ML જંતુનાશક ખેડૂતના શરીરમાં પ્રવેશી ગયું હતું.

સરકારી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દીપક વર્માએ જણાવ્યું કે, પાલી બાંગર હોસ્પિટલમાં એક દર્દીને લાવવામાં આવ્યો હતો, જેની હાલત ખૂબ જ ખરાબ હતી. જંતુનાશકનો મોટો જથ્થો, જેને ઓર્ગેનોફોસ્ફરસ ઝેર કહેવાય છે, તેના શરીરમાં પ્રવેશી ગયો હતો. ખેડૂતની ઉંમર આશરે 35 વર્ષની હતી, તેને ગંભીર હાલતમાં અને બેભાન અવસ્થામાં બાંગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે દર્દી હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેને એટ્રોપીન (એન્ટીડોટ)ના 350 ઈન્જેક્શન આપવામાં આવ્યા અને દર્દીને ICUમાં દાખલ કરવામાં આવ્યો. તેમજ તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને ખેડૂતને મિકેનિકલ વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યો હતો.

ડૉક્ટર પ્રવીણ ગર્ગની ટીમે પહેલા દર્દીને તેના ગળામાં કાણું પાડીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવાનું શરૂ કર્યું, કારણ કે દર્દી શ્વાસ પણ લઈ શકતો ન હતો. આ પછી, એન્ટિ-ડોટ દવા એટ્રોપીનના ઇન્જેક્શન શરૂ કરવામાં આવ્યા. દર્દીનો જીવ બચાવવા દર્દીને દરરોજ 208 ઈન્જેક્શન આપવામાં આવતા હતા, જેથી ઝેરની અસર દૂર થઈ શકે. આ સાથે દર્દીને દવાઓ પણ આપવામાં આવી હતી. દર્દીને 24 દિવસ સુધી હોસ્પિટલમાં ડોકટરોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો અને ધીમે ધીમે દર્દીની સ્થિતિમાં સુધારો થયો. હવે 24 દિવસ પછી દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને ડોક્ટરોએ તેને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે.

યુવકના માતા-પિતા ગુજરી ગયા છે. તે તેની મોટી બહેન સાથે રહેતો હતો. બહેન અને તેના બાળકોએ હોસ્પિટલમાં 26 દિવસ સુધી યુવકની સેવા કરી. આ યુવક ખેતી ઉપરાંત માર્બલ ફિટિંગનું કામ પણ કરે છે. બહેને કહ્યું કે, હોસ્પિટલમાં મારા ભાઈને બચાવવા માટે ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફે કરેલા પ્રયત્નોની હું જેટલી પ્રશંસા કરું તેટલી ઓછી છે.

About The Author

Top News

'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 મેચ માટે ટીમના વાઇસ કેપ્ટન અક્ષર પટેલનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો...
Sports 
'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

હાલમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આજે યુદ્ધને 13 દિવસ થઈ ગયા. 3 દેશોના યુદ્ધ વચ્ચે દુનિયાભરમા...
Gujarat 
આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2026 વાર: શુક્રવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાઓ અને અપડેટ્સ માટે કાર્યરત સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ @PoliceAhmedabad ને X (અગાઉનું ટ્વિટર) દ્વારા હાલ...
Gujarat 
અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.