90 હજારના સિક્કા થેલામાં ભરીને વ્યક્તિ સ્કૂટી ખરીદવા આવ્યો,સ્ટાફને છૂટ્યો પરસેવો

આસામના દારંગ જિલ્લામાંથી ખરીદીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે એક વ્યક્તિએ સિક્કા ભરેલા થેલામાંથી 90,000 રૂપિયાની સ્કૂટી ખરીદી. મોહમ્મદ સૈદુલ હક નામનો વ્યક્તિ ગુવાહાટીની સીમમાં બોરાગાંવમાં એક નાની દુકાન ચલાવે છે. તે આજે ટુ-વ્હીલરના એક શોરૂમમાં રૂ. 1, રૂ. 2, રૂ. 5 અને રૂ. 10ના સિક્કા લઇને પહોંચ્યો હતો. તે લગભગ 5-6 વર્ષથી આ પૈસા બચાવી રહ્યો હતો.

ઘણા વર્ષોથી બચત કરી રહેલા સૈદુલ હકે મંગળવારે સિક્કા ગણ્યા. આ દરમિયાન, તેને સમજાયું કે, તેણે ટુ-વ્હીલર ખરીદવા માટે પૂરતી બચત કરી લીધી છે. ત્યાર પછી થોડા સમયમાં, મોહમ્મદ સૈદુલ હક નજીકમાં આવેલા એક ટુ-વ્હીલરના શોરૂમમાં ગયો અને તેણે વર્ષોથી એકઠા કરેલા પૈસાથી તેનું સ્વપ્નનું વાહન ખરીદ્યું હતું.

મોહમ્મદ સૈદુલ હકે કહ્યું, 'મારું એક ટુ-વ્હીલર ખરીદવાનું સપનું હતું, તેથી મેં 2017માં સિક્કા બચાવવાનું શરૂ કર્યું. મેં તેમની ગણતરી કરી અને જોયું કે મેં ટુ વ્હીલર ખરીદવા માટે પૂરતી રકમ બચાવી લીધી છે, તેથી હું તેને ખરીદવા આવ્યો છું.' સૈદુલે કહ્યું, 'હું ખૂબ જ ખુશ છું કે, આખરે મારું ટુ-વ્હીલર ખરીદવાનું સપનું સાકાર થયું છે.'

શોરૂમના સેલ્સ એક્ઝિક્યુટિવને એ જોઈને આશ્ચર્ય થયું કે, સૈદુલ ટુ-વ્હીલર ખરીદવા માટે સિક્કાઓથી ભરેલી બોરી લઈને તેમની પાસે આવ્યો હતો. શોરૂમના કામદારોને તે સિક્કા ગણવામાં કલાકો લાગ્યા હતા. ટુ-વ્હીલર ડીલરના માલિક મનીષ પોદ્દારે જણાવ્યું કે, 'તે ટુ-વ્હીલર ખરીદવા માટે રૂ. 90,000ની રકમ લાવ્યો હતો.'

શોરૂમના માલિક મનીષ પોદ્દારે કહ્યું, 'મને માહિતી મળી કે, એક ગ્રાહક 5-6 વર્ષથી સિક્કા જમા કરીને સ્કૂટર ખરીદવા આવ્યો છે. મને ખૂબ જ આનંદ થયો છે કે આવા ગ્રાહક અમારી પાસે આવ્યા. તેણે લગભગ 90 હજાર જમા કરાવ્યા છે. ગ્રાહકે મને કહ્યું કે, જીવનમાં એક દિવસ હું ટુ-વ્હીલર ખરીદી કરીશ, તેવું તેનું સપનું હતું, તેથી તેણે સખત મહેનત કરી અને આ રકમ બચાવી છે.'

અંતે, શોરૂમ સ્ટાફે સૈદુલને તેના સપનાની સ્કૂટી આપી જ દીધી.

About The Author

Top News

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો
Copyright (c) Khabarchhe All Rights Reserved.