નવી કારની પૂજા કરાવીને પરત ફરતા અકસ્માત, 2 મહિલા સહિત 3ના મોત, ગાડી કચ્ચરઘાણ

એક પરિવારે  હજુ બે દિવસ પહેલાં જ નવી કાર ખરીદી હતી અને મંદિરે પૂજા કરીને પરત ફરતી વખતે અકસ્માત થયો અને આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકો કાળનો કોળિયો બની ગયા. છત્તીસગઢમાં એક પરિવારે હજુ બે દિવસ પહેલાં જ નવી કાર ખરીદી હતી, પરંતુ નવી કાર ખરીદવાની ખુશી લાંબી ટકી શકી નહીં. વાત એમ બની કે બાલોદ જિલ્લામાં આવેલા મંદિરમાં પરિવાર કારની પૂજા કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કારનો એક ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો તેમાં 2 મહિલા અને 1 પુરુષના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. તમે તસ્વીર જોશો તો ખ્યાલ આવશે કે કારનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો.

બાલોદ જિલ્લાના એક મંદિરમાં નવી કારની પૂજા કરીને પરત ફરતી વખતે ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ડોંડી લોહારા પોલીસ સ્ટેશન વિસ્તારની જણાવવામાં આવી રહી છે. મૃતકોમાં બે મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે.

પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ, આ ઘટના ડોંડીલોહારા દલ્લીહાજરા મુખ્ય રસ્તામાં આવતા સહગામ પાસે બની છે.ગઇ કાલે મોડી રાત્રે આ વિસ્તારમાં ઝડપથી પવન પણ ફુંકાયો હતો અને એવા સમયે રોંગ સાઇડ પરથી આવી રહેલી ટ્રક સાથે કાર ભટકાઇ ગઇ હતી.

કારમાં એક જ પરિવારના લોકો બેઠા હતા. પોલીસે કહ્યું હતું કે કારમાં સવાર લોકો ગિધાલી ગામના રહેવાસી હતા.કારના માલિક ચંપાલાલ સાહૂ ટ્રાન્સપોર્ટર છે અને તેમની પોતાની પાસે 5 ટ્રકો છે. સાહુ પરિવાર ગિધાલીનો પ્રતિષ્ઠીત પરિવાર તરીકે માનવમાં આવે છે. 2 દિવસ પહેલા ચંપાલાલ સાહૂએ એક નવી સ્વીફ્ટ ડિઝાયર કાર ખરીદી હતી. નવી કાર ખરીદીની ખુશીમાં ચંપાલાલ તેમના પરિવાર સાથે મંદિર પૂજા કરવા માટે બડોદના ડોંગરગઢ ગયા હતા. પૂજા કરીને રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે ગિધાલીથી 6 કિ.મી. દુર વિસ્તારમાં તેમની કારને અકસ્માત નડ્યો હતો અને કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

રોડ અકસ્માતમાં મોતને ભેટનારા લોકોમાં ચંપાલાલ સાહૂ (38 વર્ષ) કુમારી સાહુ ( 16 વર્ષ) અહલ્યાબાઇ ( 55 વર્ષ)ના મોત થયા છે, જ્યારે રામજી સાહૂ (60), યમુના સાહૂ (32 વર્ષ) અને રિદ્ધિક સાહૂ ( 9 વર્ષ) ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.