પ્રેમી સાથે એક અઠવાડિયું વિતાવીને ઘરે ફરી બે બાળકોની મા, પતિએ જ કરાવેલા લગ્ન

ઉત્તર પ્રદેશના સંતકબીર નગર વિસ્તારના એક ગામની એક મહિલાએ એક અઠવાડિયા અગાઉ તેના પતિ અને 2 નાના-નાના બાળકોને છોડીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. લોકો તેને લઇ આ જાત જાતની વાતો કરી રહ્યા હતા. મંગળવારે મહિલા પોતાના પ્રેમીને છોડીને તેના બાળકો અને પતિ પાસે પાછી આવતી રહી હતી.

શું છે સમગ્ર મામલો

ધનઘટા વિસ્તારના એક ગામના યુવકના લગ્ન વર્ષ 2017માં ગોરખપુર જિલ્લાની એક યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ તે પોતાના સાસરે આવી ગઇ હતી. તેના 2 બાળકો પણ થયા, જેમની ઉંમર 7 અને 5 વર્ષ છે. આ  દરમિયાન મહિલા સાસરિયાવાળા ગામના એક યુવકને દિલ દઇ બેઠી અને બંનેનો પ્રેમ દિવસેને દિવસે વધવા લાગ્યો હતો. જેની ચર્ચા ગામમાં ગલી-ગલી ગુંજવા લાગી. 20 માર્ચે મહિલા પતિ અને બાળકોને છોડીને પ્રેમી સાથે જતી રહી હતી.

woman2
indiatoday.in

4 દિવસ સુધી બંનેએ આમ તેમ સમય વિતાવ્યો અને પછી 24 માર્ચની સાંજે ગામમાં આવી ગયા. મહિલા ગામમાં પહોંચતા જ તેના પતિ અને સાસુએ તેને પોતાના ઘરે લઈ જવાનો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ તે ઘરે જવા તૈયાર ન થઈ. ગામના લોકોએ પણ ખૂબ પ્રયાસ કર્યો અને સમજાવી, પરંતુ મહિલાએ પ્રેમી સાથે જ જીવવા-મરવાના સોગંદ ખાઈને ઘરે જવાની ના પાડી દીધી. 24 માર્ચની સાંજે ગામના કેટલાક લોકોની ઉપસ્થિતિમાં ધનઘટા સ્થિત બાબા દાનીનાથ શિવ મંદિરના પ્રાંગણમાં મહિલાએ પોતાના પ્રેમી સાથે બાબા ભોલેનાથને સાક્ષી માની લગ્ન કરી લીધા અને પોતાના પ્રેમી સાથે જતી રહી હતી.

woman
jagran.com

મંગળવારે મહિલાનો જૂનો પતિ બંને બાળકોને લઇને પોતાની પત્ની પાસે પહોંચ્યો હતો અને ઘરે આવતા રહેવાની જિદ કરતા બોલ્યો કે જો તે ઘરે નહીં આવે તો તે બાળકો સાથે અહીં જ આત્મહત્યા કરી લેશે. પછી મહિલાની મમતા જાગી અને તે પોતાના બાળકોને ખોળામાં લઇને પૂર્વ પતિ સાથે સાસરે પહોંચી હતી. બીજી તરફ તેનો પ્રેમી પણ મહિલાને પોતાની સાથે રાખવાની વાત કરી રહ્યો છે, પરંતુ મહિલા હવે બાળકો સાથે પોતાના સાસરિયાંના ઘરે જીવન જીવવાના સોગંધ ખાઈ રહી છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, અમે વીડિયોની પુષ્ટિ કરતા નથી.

About The Author

Related Posts

Top News

CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10...
Sports 
CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક...
National 
એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક ઇકો વાનમાં જોરદાર ધમાકો થયો છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ...
National 
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ

દરેક માતા–પિતાને ઈચ્છા હોય છે કે તેમનું બાળક દિવસની શરૂઆત એક સુંદર સ્મિતથી કરે અને તેનું મન પણ શાંત અને...
Charcha Patra 
તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.