- World
- ચીને પોતાના નાગરિકોને આ દેશની મહિલાઓથી દૂર રહેવા કહ્યું
ચીને પોતાના નાગરિકોને આ દેશની મહિલાઓથી દૂર રહેવા કહ્યું

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યૂનુસની સ્થિતિ આ સમયે નાજુક છે. દરરોજ એવા સમાચાર આવી રહ્યા છે કે સેના અને યૂનુસ વચ્ચેના સંબંધોમાં ખટાશ સતત વધતી જઇ રહી છે. આર્થિક તંગી, બેરોજગારી અને કટ્ટરપંથી તાકતોના દબાણમાં તેમની હાલત દિવસે ને દિવસે એટલી ખરાબ થતી જઇ રહી છે કે તેમની સત્તા ક્યારે જતી રહેશે, એજ ખબર નથી. આ દરમિયાન, ચીને બાંગ્લાદેશમાં એવી એડવાઈઝરી જાહેર કરી છે કે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટ મુજબ, બાંગ્લાદેશમાં ચીની દૂતાવાસે રવિવારે મોડી રાત્રે એક રીમાઇન્ડર જાહેર કર્યું હતું. બાંગ્લાદેશમાં ચીની દૂતાવાસે પોતાના નાગરિકોને કહ્યું કે, તેઓ વિદેશી પત્ની ખરીદવાના ખોટા વિચારને પૂરી રીતે છોડી દે. રવિવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં દૂતાવાસે ચીની નાગરિકોને વિદેશી લગ્નો સાથે જોડાયેલા કાયદાઓનું પાલન કરવા, ગેરકાયદેસર લગ્ન એજન્ટોથી દૂર રહેવા અને શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પર ક્રોસ બોર્ડર ડેટિંગ કન્ટેન્ટથી ગુમરાહ ન થવા કહ્યું હતું.
https://twitter.com/globaltimesnews/status/1926803111957393454
દૂતાવાસે ચીની નાગરિકોને સલાહ આપી કે, તેઓ કોમર્શિયલ ક્રોસ-બોર્ડર મેરેજ એજન્સીઓથી દૂર રહે અને ઓનલાઈન રોમાન્સ સ્કેમથી સાવધાન રહે, જેથી આર્થિક અને વ્યક્તિગત નુકસાનથી બચી શકાય. આવા સ્કેમના શિકાર થવા પર તાત્કાલિક ચીનની પોલીસને જાણ કરવા કહેવામાં આવ્યું છે. દૂતાવાસે ચેતવણી આપી કે બાંગ્લાદેશમાં માનવ તસ્કરી વિરુદ્ધ કડક પગલાં થાય છે. ગેરકાયદેસર ક્રોસ બોર્ડર લગ્નોમાં સામેલ લોકોની તસ્કરીની શંકાના આધારે ધરપકડ થઈ શકે છે. બાંગ્લાદેશમાં, માનવ તસ્કરીના આરોપોમાં ઓછામાં ઓછી 7 વર્ષની જેલ, આજીવન કેદ અથવા મૃત્યુદંડ અને ઓછામાં ઓછા 500,000 ટકા (લગભગ 4,116) દંડ થઈ શકે છે. તસ્કરીમાં ઉશ્કેરવા, યોજના બનાવવા અથવા મદદ કરનારાઓને 3-7 વર્ષની જેલ અને 20,000 રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે.

ચીને કેમ જાહેર કરી આવી એડવાઈઝરી?
દૂતાવાસે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં કાયદાકીય પ્રક્રિયા ઘણીવાર લાંબી હોય છે. જો કોઈની માનવ તસ્કરીની શંકામાં ધરપકડ કરવામાં આવે છે, તો પોલીસ કેસ નોંધવાથી લઈને કોર્ટના નિર્ણય સુધી મહિનાઓ કે વર્ષો લાગી શકે છે. તેનાથી પરિવાર અને લોકોની જિંદગી તબાહ થઈ શકે છે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે બાંગ્લાદેશ અને ચીન વચ્ચે આર્થિક અને રણનીતિક સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. ચીન નથી ઇચ્છતું કે આવી ઘટનાઓ તેમના નાગરિકો અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો બગાડે, ખાસ કરીને જ્યારે તે બાંગ્લાદેશમાં મોટું રોકાણ કરી રહ્યું છે.