ભારતીય સાથે 3 મહિના રહીને વિદેશી પણ તમાકુ ખાતો થઇ ગયો

જ્યારે આપણે કોઇ અન્ય દેશમાં જઇએ છીએ તો ત્યાંની ભાષા શીખવામાં આપણને રસ હોય છે. પણ અમુક લોકો ભાષાની સાથે સાથે કેટલીક અન્ય આદતો પણ શીખી લેતો હોય છે. સોશિયલ મીડિયા પર એક વિદેશીની ટ્વીટ વાયરલ થઇ રહી છે, જેને વાંચ્યા પછી ભારતીય હસ્યા વગર નથી રહી શકતા. અમુક યુઝર્સ બોલી રહ્યા છે કે, તેથી જ કહેવાય છે કે, જેવી સંગત તેવી રંગત. વાત એમ છે કે, આ વિદેશી વ્યત્કિએ ટ્વીટર પર પોતાની સાથે ત્રણ મહિના કામ કરનારા ભારતીય વ્યક્તિની તસવીર શેર કરતા દાવો કર્યો છે કે, આ છોકરાએ તેને ચૂનાની સાથે તમાકુ ખાતા શીખવાડી દીધું છે. ગજબ વાત તો એ છે કે, વિદેશીને ચૂના અને તમાકુનું કોમ્બિનેશન પસંદ પણ આવ્યું. હવે એ વાતને લઇને યુઝર્સ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વાત 11મી એપ્રિલની છે. અગાબા નામના એક વ્યક્તિએ ભારતીય વ્યક્તિ સાથે પોતાની તસવીર ટ્વીટર પર પોસ્ટ કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, મેં આ ભારતીય વ્યક્તિ સાથે 3 મહિના કામ કર્યું તેણે મને સફેદ રંગના લોટ જેવા ચૂના સાથે તમાકુ ખાવાનું શીખવાડી દીધું છે. તે ગજબ હતું. તે મારા ભાઇ જેવો હતો. આ ટ્વીટને હાલ સુધી લગભગ 5 હજાર લાઇક્સ અને 1600થી વધારે રીટ્વીટ્સ મળી ચૂક્યા છે. લોકો સતત આના પર કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, પ્રાઉડ બિહારી, તો બીજાએ લખ્યું કે, બોલો કેટલું નામ રોશન કરી રહ્યું છે ભારતનો યુવા. જ્યારે એક અન્યએ કહ્યું કે, બોલો ઝુબં કેસરી. આ આખી વાતમાં તમારો શું અભિપ્રાય છે, તે જણાવો.

લગભગ એક સપ્તાહ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે યુગાંડામાં સોલર ઉર્જા દ્વારા ચાલનારા વોટર સપ્લાય સિસ્ટમની વર્ચ્યુઅલી શરૂઆત કરી, જેનો એક વીડિયો  તેમણએ ટ્વીટર પર શેર કર્યો હતો. આ વીડ્યોને લાખો લોકોએ જોયો અને હજારો લોકોએ પસંદ પણ કર્યો. સાથે જ સેંકડોએ પ્રતિક્રિયા પણ આપી. આ બધી પ્રતિક્રિયાઓ વચ્ચે એક ટ્વીટ અગાબાની પણ હતી, જેના પર યુઝર્સની નજર પડી અને ઇન્ટરનેટ પર છવાઇ ગયા.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.