- National
- સરકારી કર્મચારીના નિધન બાદ સામે આવી 2 પત્નીઓ, બંનેના નામ શીલા દેવી; માગી રહી છે LICના પૈસા
સરકારી કર્મચારીના નિધન બાદ સામે આવી 2 પત્નીઓ, બંનેના નામ શીલા દેવી; માગી રહી છે LICના પૈસા

ઝારખંડના બોકારોમાં એક CCL કર્મચારીના મોત બાદ વીમાના પૈસા લેવા 2 મહિલાઓએ દાવો કર્યો છે. ખાસ વાત એ છે કે બંને મહિલાઓ પોતાને મૃતક દિલિપ કુમારની પત્ની શીલા દેવી ગણાવી રહી છે. વીમા કંપની તરફથી એક શીલાને લાખો રૂપિયા આપી દેવામાં આવ્યા છે. ત્યારબાદ, બીજી શીલાએ LIC એજન્ટ અને મેનેજર પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે. એક શીલા દેવીએ પહેલાથી જ ઇન્શ્યોરન્સના 6 લાખ 80 હજાર રૂપિયા ઉઠાવી પણ લીધા છે. જ્યારે, બીજી શીલાએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આખો મામલો હવે બેરમો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.

વીમા કંપની LICએ એક શીલાને 6 લાખ 80 હજાર રૂપિયાનો ડેથ ક્લેમ ચૂકવી પણ દીધો છે. એક શીલાએ આરોપ લગાવ્યો કે, LIC એજન્ટ અને મેનેજરની મિલીભગતથી 6 લાખ 80 હજાર રૂપિયાનો ડેથ ક્લેમ કાઢી પણ લેવામાં આવ્યો છે, જેની સાચી હકદાર તે હતી. જ્યારે, બીજી શીલા પણ તેની પત્ની હોવાના પુરાવા બતાવ્યા છે. પોલીસે આ ઘટનાને લઈને ગુનો નોંધી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે. તપાસ બાદ જ નક્કી થશે કે મહિલાના આરોપો સાચા છે કે પછી તે વીમાના પૈસા પડાવી લેવા માટે ખોટા દાવા કરી રહી છે.

વીમા ક્લેમ માટે કેવી રીતે થાય છે ચકાસણી?
પતિના મોત બાદ વીમા ક્લેમ માટે પત્નીએ ઘણા દસ્તાવેજો જમા કરવાના હોય છે. તેમાં ક્લેમ ફોર્મ, ડેથ સર્ટિફિકેટ સહિત બીજી ઘણી વસ્તુઓ સામેલ છે.
ક્લેમ ફોર્મ: ફોર્મ નંબર 3783 (ક્લેમ ફોર્મ A) અથવા 3783A (જો પોલિસી 3 વર્ષથી વધુ જૂની હોય તો).
પ્રારંભિક મૃત્યુ (3 વર્ષની અંદર) માટે: ફોર્મ B (મેડિકલ એટેન્ડન્ટ સર્ટિફિકેટ), B1 (હૉસ્પિટલ સારવાર), અને B2 (અગાઉના ડૉક્ટરનું વિવરણ).
ડેથ સર્ટિફિકેટ: મૃતક (પતિ)નું ઓરિજિનલ ડેથ સર્ટિફિકેટ (મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સ્થાનિક ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલ)
પોલિસી દસ્તાવેજ: મૂળ પોલિસી બોન્ડ અથવા ડુપ્લિકેટ (જો મૂળ ખોવાઈ જાય તો).
ઓળખ અને સરનામાના પુરાવા: પત્નીનું પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ID, પાસપોર્ટ, અથવા અન્ય માન્ય ઓળખ કાર્ડ (સ્વ-પ્રમાણિત).
બેન્ક ડિટેલ: NEFT ફોર્મ, રદ કરેલો ચેક, અથવા બેન્ક પાસબુકની કોપી (ખાતા ધારકનું નામ, ખાતા નંબર અને IFSC કોડ સાથે).
મૃત્યુનો સૂચના પત્ર: મૃત્યુની તારીખ, સ્થળ અને કારણનું વિવરણ.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)