- National
- બાબા અમરનાથની પવિત્ર ગુફાની અંદરનો Video આવ્યો સામે, કરો દર્શન
બાબા અમરનાથની પવિત્ર ગુફાની અંદરનો Video આવ્યો સામે, કરો દર્શન

દુર્ઘટના બાદ અટકાવવામાં આવેલી અમરનાથ યાત્રા ફરીથી શરૂ થઈ ગઈ છે. દરમિયાન બાબા અમરનાથની પવિત્ર ગુફાની અંદરનો વીડિયો સામે આવ્યો છે, જેમા શ્રદ્ધાળુ હર હર મહાદેવના જયકારા લગાવતા દેખાઈ રહ્યા છે. જોકે, યાત્રા શરૂ થયા બાદ દુર્ઘટનામાં ગૂમ થયેલા 40 ભક્તોની શોધખોળ હજુ પણ શરૂ છે અને રેસ્ક્યૂ ઓપરેશન પણ સતત ચલાવવામાં આવી રહ્યું છે. શુક્રવારે વાદળ ફાટવાને કારણે અમરનાથ યાત્રા અટકાવી દેવામાં આવી હતી. જોકે, તેને ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. જમ્મૂમાં રોકાયા બાદ અમરનાથ તીર્થયાત્રિઓનો નવો જત્થો આજે જ જમ્મૂ બેઝ કેમ્પમાંથી નીકળ્યો હતો. પહલગામ રૂટ પર નુનવાન આધાર શિબિરથી અમરનાથ યાત્રિઓના ગ્રુપને પવિત્ર ગુફા માટે રવાના કરવામાં આવ્યું હતું.
અમરનાથ જી શ્રાઈન બોર્ડ અનુસાર, યાત્રાને સોમવારથી એક જ રૂટ પર શરૂ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હેલિકોપ્ટર સેવા નુનવાન અને બાલટાલ બંને રૂટથી ઉપલબ્ધ રહેશે. દરમિયાન જમ્મૂમાં સ્થિત ભગવતી નગર બેઝ કેમ્પમાં પણ પંજીકૃત શ્રદ્ધાળુઓને 11 જુલાઈ સુધી પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફસ જમ્મુની ઉપાયુક્ત અવની લવાસાએ જણાવ્યું કે, યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. તેને માટે રજિસ્ટર્ડ યાત્રિઓને યાત્રિ નિવાસ પહોંચવા માટે કહેવામાં આવ્યું છે.
યાત્રા શરૂ થયા બાદ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ છે. તેમનું કહેવુ છે કે, અમે લોકો પોતાના ઘરેથી પ્રણ લઈને આવ્યા છીએ કે ભોલેનાથના દર્શન કર્યા વિના અમે ઘરે નહીં જઈશું. બાબાના દર્શન કરવા માટે અમે અહીં આવ્યા હતા પરંતુ, આ દુર્ઘટના થઈ ગઈ. સરકારે આજથી યાત્રા શરૂ કરાવી દીધી છે, અમે ખૂબ જ ખુશ છીએ.
ॐ त्र्यम्बकं यजामहे
— Manish Prasad (@manishindiatv) July 11, 2022
सुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान्
मृत्योर्मुक्षीय मामृतात् ॥
इस समय पवित्र गुफा में हर तरफ़ हैं “हर हर महादेव”? की गूंज यात्रा शुरू हो गई है श्रद्धालु पवित्र गुफा में मौजूद है ।#AmarnathYatra @indiatvnews ग्राउंड रिपोर्ट और हर तस्वीर। pic.twitter.com/jPQNqxRSaV
જણાવી દઈએ કે, શુક્રવારે અમરનાથમાં પૂરથી તીર્થસ્થળની બહાર બનેલા આધાર શિબિરમાં પાણી ઘૂસી ગયા હતા. આ આપત્તિ બાદ ઝડપથી રાહત બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, ગૂમ લોકોને શોધવામાં આવ્યા. રાહત અને બચાવ કાર્યની વચ્ચે ફરીથી વરસાદ આવવાના કારણે ઘણી મુસીબતનો સામનો કરવો પડ્યો. આ ઘટનામાં 25 ટેન્ટ અને ત્રણ કમ્યૂનિટી કિચન ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. શનિવારે સવારે હેલિકોપ્ટર દ્વારા છ તીર્થયાત્રિઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. દર્દીઓને નીલાગરાર હેલીપેડ પહોંચાડવામાં આવ્યા. રાહત અને બચાવ કાર્ય દરમિયાન ચિકિત્સા દળ સંપૂર્ણ રીતે તૈયાર છે.
Related Posts
Top News
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Opinion
