‘ટ્રમ્પ અમને પૂછીને વચ્ચે નથી કૂદ્યા’, ભારત-પાકિસ્તાન સીઝફાયરની જાહેરાત પર શું બોલ્યા વિદેશ સચિવ વિક્રમ મિસરી?

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે (19 મે, 2025) પહેલગામ ઘટના બાદ થયેલા ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષ પર સંસદીય સમિતિને માહિતી આપી હતી. જાણકારો મુજબ, સમિતિના ઘણા સભ્યોએ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટને લઈને પણ સવાલ પૂછ્યા હતા કે, શું ટ્રમ્પની મધ્યસ્થતાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો? આ સવાલના જવાબમાં, સરકાર તરફથી કહેવામા આવ્યું કે, આ સાચું નથી. આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો હતો અને એજ રીતે યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ અન્ય દેશને જમ્મુ-કાશ્મીરના મુદ્દાઓ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. ટ્રમ્પ અમને પૂછીને વચ્ચે કુદ્યા નહોતા, હવે તેઓ અચાનક આવી ગયા છે તો આપણે શું કરી શકીએ છીએ.

vikram-misri1
moneycontrol.com

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચેના સંઘર્ષને રોકવામાં પોતાના પ્રશાસનની ભૂમિકા હોવાનો દાવો કર્યો હતો. વિદેશ સચિવે સરકારના વલણને પુનરાવર્તિત કર્યું કે, સૈન્ય કાર્યવાહી રોકવા પર દ્વિપક્ષીય સહમતિ બની હતી. જોકે, ટ્રમ્પે બાદમાં પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું એમ કહેતો નથી કે મેં મધ્યસ્થતા કરાવી, મેં સમસ્યા ઉકેલવામાં મદદ કરી.

RBI
indiatv.in

 કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના અભિષેક બેનર્જી, કોંગ્રેસના રાજીવ શુક્લા અને દીપેન્દ્ર હુડ્ડા, AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને ભાજપના અપરાજિતા સારંગી અને અરુણ ગોવિલ વગેરેએ ભાગ લીધો હતો. જાણકારો મુજબ, બદલાતા સુરક્ષા માહોલ વચ્ચે ભારત કઈ રીતે પોતાની વિદેશ નીતિની પ્રાથમિકતાઓને પુનર્નિરધારીત કરી રહ્યું છે, તેને લઈને પણ સંસદીય સમિતિને માહિતી આપવામાં આવી હતી. વિદેશ સચિવે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર કરાયેલા આતંકવાદીઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ભારત વિરુદ્ધ હિંસા સતત ભડકાવી રહ્યા છે.

Top News

મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

શેરબજારમાં હવે માત્ર પુરુષોનું જ વર્ચસ્વ નથી રહ્યું, મહિલા રોકાણકારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. NSEના...
Business 
મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ: 15-8-2025વાર: શુક્રવારઆજની રાશિ મેષ ચોઘડિયા, દિવસચલ    06:18 - 07:55 લાભ   07:55 - 09:31અમૃત...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
Gujarat 
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

અનામત અંગે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર તેમાં એક નવો અધ્યાય ઉમેરવાની તૈયારી કરી રહી છે....
National 
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.