PM મોદીએ વર્ષ 2014થી અત્યાર સુધી આ દેશનાં આત્માને જાગૃત કરવાનું કામ કર્યું: શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે હરિયાણાના કુરુક્ષેત્રમાં જણાવ્યું હતું કે, આ ભૂમિ પર આજથી 5 હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો અને શ્રી જ્ઞાનાનંદજી જેવા અનેક મહાત્માઓ સમગ્ર વિશ્વમાં તે જ્ઞાનને પુનઃસ્થાપિત કરવાનું કાર્ય કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વ્યક્તિ, દેશ અને સમગ્ર વિશ્વની તમામ સમસ્યાઓનું સમાધાન ગીતાના ઉપદેશોમાં રહેલું છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરવા અને તેમની શંકાઓનું નિરાકરણ લાવવા માટે કર્યો હતો, પરંતુ તે યુદ્ધ પૃથ્વી પર ધર્મની સ્થાપના અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, દેશમાં સરકાર વર્ષ 2014થી PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહી છે અને મોદીએ જ ગીતા મહોત્સવને 2014માં જ આંતરરાષ્ટ્રીય આકાર આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલનો આભાર વ્યક્ત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે મનોહર લાલ વર્ષ 2015માં મુખ્યમંત્રી બન્યા અને વર્ષ 2016માં ગીતા મહોત્સવને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવા માટે કામ કર્યું. તેમણે કહ્યું કે ગીતાનો સંદેશ દેશ અને દુનિયાના દરેક ભાગ સુધી પહોંચવો જોઈએ.

અમિત શાહે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી અત્યાર સુધી આ દેશનાં લોકોને જાગૃત કરવા માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે હંમેશા કહ્યું છે કે આ દેશની મહાન સંસ્કૃતિને હંમેશા આગળ વધારવી જોઈએ અને દેશના કાયદા અને નીતિઓમાં ભારતની ધરતીની સુગંધ હોવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે, એકતા અને અખંડિતતાના વાસ્તવિક અને નક્કર સ્વરૂપને જમીની સ્તર પર લાવવા માટે કલમ 370 નાબૂદ રહેવી જોઇએ અને કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે એક થવું જોઇએ. તેમણે કહ્યું કે જો ભારતને ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ બનાવવું હોય તો ત્રણ તલાક જેવા કાયદા જે એક ખાસ ધર્મ માટે બનાવવામાં આવે છે તેને ખતમ કરી દેવા જોઇએ.

અમિત શાહે જણાવ્યું હતું કે, શ્રી રામ જન્મભૂમિ ખાતે મંદિરનું નિર્માણ દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક નવજાગૃતિની શરૂઆતનું પ્રતીકાત્મક સ્વરૂપ છે. તેમણે કહ્યું કે મોદીના નેતૃત્વમાં શ્રી રામ મંદિરનું નિર્માણ શરૂ થયું છે અને રામ લલ્લા પણ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં હશે. આ સાથે PM મોદીએ કાશી વિશ્વનાથ કોરીડોર, મહાકાલ મહાલોક, સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ, કેદારનાથ અને બદ્રીનાથમાં નવા સ્વરૂપમાં દર્શનની વ્યવસ્થા, કાશ્મીરમાં શારદા પીઠનો જીર્ણોદ્ધાર અને દક્ષિણની સનાતન પરંપરાના પ્રતિક સમા સેંગોલની સ્થાપનાના કામો સંસદમાં કર્યા છે.

About The Author

Top News

શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

વનપ્લસ, જે એક સમયે તેના લોન્ચ અને ચાહકોમાં થયેલી ભારે ચર્ચા સાથે સ્માર્ટફોન માર્કેટમાં ખલેલ પહોંચાડવા માટે જાણીતું થયું...
Tech and Auto 
શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જે કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા હતા, તેમણે અચાનક U-...
Business 
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

રવિવારે ઇન્દોરમાં ભારતીય ક્રિકેટ ટીમની હોટલ બહાર એક ચોંકાવનારી સુરક્ષા ભૂલ થઈ, જ્યારે એક મહિલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત...
Sports 
ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

દાહોદમાં ₹14.76 કરોડનું વીજ કૌભાંડ: મીટરમાં 'રેઝિસ્ટર' લગાવી ખેલ ખેલાયો, કર્મચારીઓ સામે ફરિયાદ

દાહોદ જિલ્લામાં વીજ મીટરોમાં છેડછાડ કરી મોટા પાયે વીજ ચોરી કરવાનું એક મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. MGVCL (મધ્ય ગુજરાત...
Gujarat 
દાહોદમાં ₹14.76 કરોડનું વીજ કૌભાંડ: મીટરમાં 'રેઝિસ્ટર' લગાવી ખેલ ખેલાયો, કર્મચારીઓ સામે ફરિયાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.