2027ની પંજાબ ચૂંટણીને લઈને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત

શિરોમણી અકાલી દળ (SAD) સાથે સમાધાન અંગેની અટકળોનો અંત લાવતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે જાહેરાત કરી કે ભારતીય જનતા પાર્ટી (BJP) 2027 પંજાબ વિધાનસભાની ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે. રાજ્યમાં નાના ભાઈની ભૂમિકા ભજવવાનો ભાજપનો યુગ હવે સમાપ્ત થઈ ગયો છે એમ કહેતા અમિત શાહે રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માળવા ક્ષેત્રથી જોરદાર ચૂંટણી ઝુંબેશ શરૂ કરી અને પંજાબને નશા અને દેવામાંથી મુક્તિ અપાવવા માટે ‘ડબલ-એન્જિન સરકાર’નું વચન આપ્યું.

મોગાના કિલી ચાહલાન ખાતે ‘બદલાવ રેલી’ને સંબોધતા, શાહે સ્પષ્ટપણે સ્પષ્ટ કર્યું કે પંજાબમાં ‘જુનિયર પાર્ટનર’ તરીકે ભાજપનો કાર્યકાળ હવે પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે, 'પહેલાં, જ્યારે પણ અમે તમારી સમક્ષ આવ્યા હતા, તો અમે એક 'જૂનિયર પાર્ટનર' હતા. પરંતુ આજથી, ભાજપ પંજાબમાં પોતાની સરકાર બનાવવા માટે ઝુંબેશ શરૂ કરી રહ્યું છે. તમે કોંગ્રેસ, અકાલી દળ અને AAPને તક આપી છે. હવે, અમને એક તક આપો.'

shah3
facebook.com/amitshahofficial

શાહે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો. જેમાં પાર્ટીને પંજાબમાં એક પણ બેઠક ન મળવા છતા જીતમાં 19% મત હિસ્સો મેળવ્યો હતો પોતાના 2027ના દાવા માટે એક આધાર તરીકે ઉપયોગ કર્યો.  તેમણે પાર્ટી કાર્યકરોનું મનોબળ વધારવા માટે ઐતિહાસિક ઉદાહરણ આપ્યો અને જણાવ્યું કે ભાજપે 19% મત હિસ્સો બનાવીને આસામ, હરિયાણા, ઉત્તરાખંડ અને મણિપુર જેવા રાજ્યોમાં સફળતાપૂર્વક સરકારો બનાવી છે.

હિન્દુ અને શહેરી મત બેંકોને મજબૂત કરવાના પ્રયાસરૂપે, શાહે જાહેર કર્યું કે જો ભાજપ સત્તામાં આવશે, તો ધર્માંતરણ વિરોધી બિલ પહેલા લાવશે. શાહે આરોપ લગાવ્યો કે, 'આપણા શીખ ગુરુઓએ બળજબરીથી ધર્માંતરણ સામેના તેમના પ્રતિકારમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમ છતા કોંગ્રેસ અને AAP આ ધર્માંતરણ પાછળના લોકોને ફક્ત વોટ બેંક તરીકે જુએ છે.' આ દરમિયાન, તેમણે ચૂંટણી સંબંધિત એક મુખ્ય વચન આપ્યું કે '2027માં ભાજપને જનાદેશ આપો, અને સત્તા સંભાળ્યાના એક મહિનાની અંદર, અમે ધર્માંતરણ વિરોધી બિલ લાવીશું.'

ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર આકરા પ્રહારો કરતા ગૃહમંત્રીએ મુખ્યમંત્રી પર તેમની પાર્ટીના બોસની સેવા કરવા માટે રાજ્યની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. શાહે કહ્યું કે, 'મુખ્યમંત્રી ફક્ત પાઇલટની જેમ કામ કરી રહ્યા છે. તેમનું એકમાત્ર કામ પંજાબના સરકારી વિમાનનો ઉપયોગ કરીને દેશભરમાં (AAP રાષ્ટ્રીય કન્વીનર) અરવિંદ કેજરીવાલને ફરાવવાનું છે.' તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે રાજ્યનો ખજાનો અસરકારક રીતે AAPના રાષ્ટ્રીય વિસ્તરણ પ્રયાસો માટે ATM બની ગયો છે.

shah4
facebook.com/amitshahofficial

રાજ્યના સંવેદનશીલ નાશીલી દવાઓની સમસ્યા પર શાહે એવા અહેવાલોનો સંદર્ભ આપ્યો, જે મુજબ દેશમાં હેરોઈનની 45% તસ્કરી પંજાબ સાથે જોડાયેલો છે. તેમણે કહ્યું કે, હું તમને ખાતરી આપું છું કે ભાજપ સરકાર બન્યાના બે વર્ષમાં અમે આ ધંધાને સંપૂર્ણપણે બંધ કરી દઇશું. તેના માટે તેમણે નક્સલવાદ સામે કેન્દ્ર સરકારના પગલાં અને કલમ 370 નાબૂદ કરવાના ઉદાહરણ તરીકે આપ્યા.

બે દાયકાથી વધુ સમય સુધી, ભાજપ પંજાબમાં શિરોમણી અકાલી દળ (SAD)ના જુનિયર સાથી તરીકે કાર્ય કરતો હતો, સામાન્ય રીતે 117 વિધાનસભા બેઠકોમાંથી માત્ર 23 બેઠકો પર જ ચૂંટણી લડતી હતી. જો કે, 2020માં હવે રદ કરાયેલા કૃષિ કાયદાઓને કારણે આ ગઠબંધન તૂટી ગયું. 2022ની વિધાનસભા ચૂંટણીમાં બહુ-પક્ષીય સ્પર્ધામાં લડતા ભાજપે 73 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ ફક્ત 2 બેઠકો જ જીતવામાં સફળ રહી હતી અને 6.6%નો મત હિસ્સો મેળવ્યો હતો. તેનાથી વિપરીત AAP92 રાજ્યમાં 92 બેઠકો જીતીને જબરદસ્ત જીત મેળવી હતી. 2022માં પોતાના પ્રદર્શન છતા છેલ્લા બે વર્ષમાં કોંગ્રેસ અને SADમાંથી સામેલ થયેલા નેતાઓને કારણે ભાજપને ખૂબ મજબૂતી મળી છે.

About The Author

Related Posts

Top News

UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPECમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. UAE 1 મે...
Business 
UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -30-04-2026 વાર - ગુરુવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.