ટ્રેનમાં વીજળી જતી રહી તો લોકોએ TTEને પકડીને ટોઈલેટમાં બંધ કરી દીધા, Video

સુહેલદેવ એક્સપ્રેસ દિલ્હીના આનંદ વિહારથી સાંજે 06:45 વાગ્યે ઉપડીને ઉત્તર પ્રદેશના ગાઝીપુર સુધી જાય છે. ટ્રેન આનંદ વિહારથી ઉપડી જ હતી કે થોડા સમય બાદ બે એસી કોચના ડબ્બા B1 અને B2માં વીજળી જતી રહી. વીજળી નહોતી, તો એસી પણ ચાલી રહી નહોતી. શરૂઆતમાં મુસાફરોને લાગ્યું કે, કંઈક ગરબડી થઈ હશે, જલદી સારી થઈ જશે, પરંતુ એમ ન થયું. મુસાફરોનો પારો ચડવા લાગ્યો. તેમણે ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE)ને સવાલ કર્યો, પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો.

TTE પાસેથી કોઈ જવાબ ન મળતા મુસાફરો ગુસ્સે થઈ પડ્યા. ન્યૂઝ એજન્સી PTI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મુસાફર TTEને ટોઇલેટમાં બંધ કરવા માટે અંદર ધકેલી રહ્યા છે. વીડિયોમાં એક યુવક કહી રહ્યો છે કે, “તેઓ ( TTE) કહી રહ્યા છે કે કાનપુર પહેલા ગાડી નહીં બની શકે, સમસ્યા કનપુરથી પહેલા સારી નહીં થાય.” કેટલાક લોકો સેકન્ડ એસીમાં જવાની વાત કહી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, 2-3 કર્મચારી વીજળી સારી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વીજળી આવતી નથી.

ન્યૂઝ એજન્સી PTIએ મોડી રાત્રે એક બીજી ટ્વીટમાં જણાવ્યું કે, ‘RPF અને રેલવેના અધિકારીઓએ મુસાફરોને આશ્વાસન આપ્યું છે કે પાવર ફેલની સમસ્યા જલદી સારી કરી દેવામાં આવશે. ફ્રેશ જાણકારી મુજબ આ ટ્રેન ટુણ્ડલા પહોંચી ચૂકી છે. એન્જિનિયર્સે B1ના પાવર ફેલિયરને સારો કરી દીધો છે. B2માં લાવવાનું કામ કરી રહ્યા છે. ટ્રેન તો ગાઝીપુર પહોંચી ગઈ, પરંતુ વીડિયો વાયરલ થઈ ગયો. ઉલ્લેખનીય છે કે, ટેક્નિકલી ખામી માટે TTEને જવાબદાર ઠેરવવાના હોતા નથી, તેઓ રેલવેના વાણિજ્યિક વિભાગના કર્મચારી હોય છે.

વીજળીનો વિભાગ અલગ છે. ટ્વીટર પર લોકો પોત-પોતાની રીતે કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, TTE પાવર ફેલિયર માટે કેવી રીતે જવાબદાર? તેમની સાથે આવો વ્યવહાર થવો જોઈતો નહોતો. પોલીસમાં એવા લોકો માટે ફરિયાદ નોંધાવી જોઈએ. અભિ નામના યુઝરે લખ્યું કે, મારી આ લોકો સાથે પૂરી સહાનુભૂતિ છે, પરંતુ TTEને બંધ કરી દેવાના? તેની પાછળનો વિચાર શું હોય શકે છે, સમજ ન પડી. અન્ય એક યુઝરે લખ્યું કે, આ બદમાશો પર કેસ કેમ ન કરવામાં આવ્યો? એ સરકારી કર્મચારીની સુરક્ષાનું શું?

અમરેશ વર્મા નામના યુઝરે લખ્યું કે, ખૂબ જ શરમજનક, ભૂલ કોઈ બીજા વિભાગની અને સજા કોઈ બીજા વિભાગને. એસીવાળા મુસાફર ભણેલા ગણેલા હોય છે અને કામ નાસમજવાળું. સૌથી સસ્તા TTE જ દેખાય છે. એ ડબ્બાવાળા મુસાફર ઉપર FIR થવી જોઈએ. હવે તમે એ વિચારો કે તમે ટ્રેનમાં છો અને એસીની ટિકિટ લીધી છે. તમારા ડબ્બામાં વીજળી જતી રહે તો તમે શું કરશો?

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.