તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (TVK) બહુમતી મેળવવાની નજીક હોય તેવું લાગે છે. અહેવાલો સૂચવે છે કે, મુખ્ય વિપક્ષ AIADMKના લગભગ 10 વધુ અસંતુષ્ટ ધારાસભ્યો 15 ઓગસ્ટ પહેલા તેમના વિધાનસભા સભ્યપદમાંથી રાજીનામું આપી શકે છે અને ઔપચારિક રીતે શાસક TVKમાં જોડાઈ શકે છે. CM વિજયની પાર્ટીમાં આ યોજનાને ઓપરેશન L નામ આપવામાં આવ્યું છે.

સૂત્રો કહે છે કે, ધારાસભ્યોના રાજીનામાના સમય પર કાળજીપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, ચૂંટણી પંચ ટૂંક સમયમાં વિધાનસભા પેટાચૂંટણીઓની જાહેરાત કરી શકે છે. વાતચીતમાં સામેલ એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, 'રાજીનામા અને પક્ષપલટાની આ સમગ્ર પ્રક્રિયા સ્વતંત્રતા દિવસ પહેલા પૂર્ણ થશે. મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પંચ પેટાચૂંટણીઓની તારીખો જાહેર કરે તે પહેલાં તેને અંતિમ સ્વરૂપ આપવાનો છે.'

AIADMK-TVK2
instagram.com

આ રાજકીય ઉથલપાથલ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહી છે. મે મહિનામાં CM વિજયની સરકારને રચવા માટે ટેકો આપવા પોતાના પક્ષના વ્હીપનો ભંગ કરનારા AIADMKના 25 ધારાસભ્યોમાંથી લગભગ અડધા કાં તો TVKમાં જોડાયા છે અથવા જોડાવાની અણી પર છે.

234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં હાલમાં 227 ધારાસભ્યોની ક્ષમતા છે. હાલમાં 7 બેઠકો ખાલી છે. શાસક TVK પાસે 107 ધારાસભ્યો છે. જ્યારે, સતત રાજીનામુ આપવાને કારણે વિપક્ષ AIADMKના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 41 થઈ ગઈ છે. તાજેતરમાં, ભૂતપૂર્વ AIADMK મંત્રીઓ C. વિજયભાસ્કર અને M.R. વિજયભાસ્કર તેમના પદ પરથી રાજીનામું આપીને TVKમાં જોડાયા છે. આ ઉપરાંત, ભૂતપૂર્વ મંત્રીઓ M.S.M. આનંદન, S. વલારમથી અને ઘણા ભૂતપૂર્વ ધારાસભ્યો અને જિલ્લા સ્તરના અધિકારીઓ પણ પક્ષપલટો કરી ચૂક્યા છે. આનાથી વિપક્ષ સતત કમજોર થઇ રહ્યો છે, જેના કારણે શાસક પક્ષ જાદુઈ બહુમતીથી ખૂબ જ નજીક આવી ગયો છે.

સૂત્રોનો દાવો છે કે, બળવાખોર ધારાસભ્યોની આગામી બેચમાં S.P. વેલુમણી અને C.V. શણમુગમના     નજીકના નેતાઓનો સમાવેશ થાય છે. જે AIADMKના સૌથી અગ્રણી અને પ્રભાવશાળી પ્રાદેશિક નેતાઓ માનવામાં આવે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ બંને અનુભવી નેતાઓ જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં TVKમાં જોડાઈ શકે છે.

AIADMK-TVK1
ndtv.in

રાજીનામું આપનારા ધારાસભ્યોને TVK ટિકિટ પર આગામી પેટાચૂંટણી લડવાની તક આપવામાં આવશે. જો તેઓ ફરીથી જીતે તો વરિષ્ઠ નેતાઓને CM વિજયની કેબિનેટમાં કેબિનેટ મંત્રી પદ આપવાનું વચન આપવામાં આવ્યું છે. અન્ય નેતાઓને જિલ્લા સચિવો અથવા રાજ્ય સ્તરના અધિકારીઓ તરીકે સંગઠનમાં સ્થાન આપવામાં આવશે.

પક્ષ બદલવાની તૈયારી કરી રહેલા AIADMKના એક વરિષ્ઠ નેતાએ આંતરિક ઝઘડાનો ખુલાસો કરતા કહ્યું કે, આ પગલું અચાનક લેવાયેલો નિર્ણય નથી પરંતુ વર્ષોની હતાશાનું પરિણામ છે. તેમણે આરોપ લગાવ્યો કે, 'પલનીસ્વામી, એટલે કે EPS, તેમના છેલ્લા દિવસ સુધી પાર્ટીના મહાસચિવ રહેવા માંગે છે. તેમના જિલ્લા સચિવ પદ છીનવાઈ ગયા પછી પણ, અમારામાંથી ઘણા રાહ જોતા હતા, પરંતુ કટોકટીનો ઉકેલ લાવવા માટે કોઈ ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો ન હતો.' AIADMK દ્વારા વેલુમણી જેવા વરિષ્ઠ નેતાઓને વફાદાર જિલ્લા સચિવોને દૂર કરવાથી પાર્ટીમાં અસંતોષ વધુ ભડક્યો.

વિપક્ષે આ સમગ્ર પક્ષપલટાની તીવ્ર ટીકા કરી છે. વિપક્ષી નેતાઓનો આરોપ છે કે, આ યોજના પાછળ હોર્સ ટ્રેડિંગ અથવા મોટા નાણાકીય પ્રલોભનો છે. આ ઉપરાંત, DMK નેતાઓએ કટાક્ષમાં તેને રાજકીય વોશિંગ મશીન ગણાવ્યું છે. તેઓ કહે છે કે, ભ્રષ્ટાચારના આરોપો અને તપાસનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ મંત્રીઓ, જેમ કે ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન C. વિજયભાસ્કરને બચાવવા માટે આ સલામત માર્ગ પૂરો પાડવામાં આવી રહ્યો છે. જોકે, TVKએ આ બધા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કાનૂની તપાસ સ્વતંત્ર રીતે ચાલુ રહેશે.

AIADMK-TVK4
indiatv.in

આ વખતે, CM વિજયની રણનીતિ અન્ય રાજકીય પક્ષો કરતા તદ્દન અલગ છે. મોટા પાયે પક્ષપલટો કરાવવાને બદલે, તેઓ તબક્કાવાર રીતે નેતાઓને સામેલ કરી રહ્યા છે. તેઓ એ વાત પર પણ મક્કમ રહ્યા છે કે, પક્ષના પ્રતીક પર રહીને કોઈપણ વિપક્ષી ધારાસભ્યને સામેલ કરવામાં આવશે નહીં. તેમણે પહેલા રાજીનામું આપવું પડશે અને પછી પેટાચૂંટણીઓ દ્વારા નવો આદેશ મેળવવો પડશે.

ચૂંટણી પછી થનારા મંત્રીમંડળ વિસ્તરણમાં ઓછામાં ઓછા 5 અગ્રણી AIADMK નેતાઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે. આ પગલાથી CM વિજયની સાથી પક્ષો પરની નિર્ભરતા ઓછી થશે જ, પરંતુ રાજ્યના મજબૂત પાયાના વિપક્ષી ચૂંટણી તંત્રને પણ તેમના નવા પક્ષમાં એકીકૃત કરવામાં આવશે.

About The Author

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.