- National
- શું કેજરીવાલ રાજ્યસભા જઈ રહ્યા છે? પેટાચૂંટણીમાં 2 સીટો પર જીત મળ્યા બાદ કરી દીધું સ્પષ્ટ
શું કેજરીવાલ રાજ્યસભા જઈ રહ્યા છે? પેટાચૂંટણીમાં 2 સીટો પર જીત મળ્યા બાદ કરી દીધું સ્પષ્ટ

રાજ્યસભાના સભ્ય સંજીવ અરોડાએ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે સ્પષ્ટ કરી દીધું કે તેઓ સંજીવ અરોડાની જગ્યાએ રાજ્યસભામાં જઈ રહ્યા નથી. બધી અટકળો પર પૂર્ણવિરામ લગાવતા કેજરીવાલે કહ્યું કે, હું રાજ્યસભામાં જઈ રહ્યો નથી. પાર્ટીની રાજનીતિક બાબતોની સમિતિ નક્કી કરશે કે કોને ઉમેદવાર બાનવવાનો. આ અગાઉ, વિપક્ષી દળોએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સંજીવ અરોડાની જગ્યાએ રાજ્યસભામાં જશે.
આ સાથે જ કેજરીવાલે 5 વિધાનસભા સીટોની પેટાચૂંટણીમાં 2 સીટો પર તેમની પાર્ટીની જીત પર કહ્યું કે, રાષ્ટ્રીય રાજનીતિમાં તેનાથી મોટો સંદેશ ગયો છે. ગુજરાત-પંજાબમાં અમારી જીતનો સંદેશ સ્પષ્ટ છે કે આ દેશને ભાજપથી મુક્તિ અપાવવામાં માત્ર આમ આદમી પાર્ટી સક્ષમ છે.

ગુજરાત અને પંજાબમાં પાર્ટીની જીત પર કે જનતાનો બેવડો ભરોસો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે પંજાબની જનતાએ બતાવ્યું છે કે તેઓ AAP સરકારના કામથી ખુશ છે, તો ગુજરાતની જનતાએ બતાવ્યું કે હવે તેઓ પરિવર્તન ઇચ્છે છે. તેમણે કહ્યું કે બંને જગ્યાએ ભાજપ અને કોંગ્રેસે સાથે મળીને AAPને હરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જનતાએ આ બંને પાર્ટીઓને હરાવી દીધી. ગત વખત કરતા આ વખતના મુકાબલામાં જીતનું અંતર બેગણું રહ્યું છે.

લુધિયાણા પશ્ચિમ સાથે-સાથે AAPએ ગુજરાતની 2 વિધાનસભા બેઠકો વિસાવદર અને કડી પર પણ પેટાચૂંટણી લડી હતી. AAPના ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, તેમણે ભાજપના ઉમેદવાર કિરિટ પટેલ સામે 17,554 મતોના માર્જિનથી જીત મેળવી હતી. AAPએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક જીતી હતી. જોકે, તેના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ આ વર્ષની શરૂઆતમાં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. આમ, વિસાવદર બેઠક પર પેટાચૂંટણી થવી જરૂરી હતી. ભાજપ વર્ષ 1998થી ગુજરાતમાં સત્તા પર હોવા છતા, તેણે છેલ્લી વખત વર્ષ 2007માં વિસાવદર બેઠક જીતી હતી.
Related Posts
Top News
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે?
સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે
શું શિંદેથી BJPનો મોહભંગ થઈ ચૂક્યો છે, કંઈ તરફ બેસશે ઉદ્ધવનો ફડણવીસ પ્રેમ?
Opinion
