હું ક્રિમિનલ છું, હું માનું છું: આઝમ ખાને UP. પોલીસ પર સાધ્યો નિશાનો

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આરોપ લગાવ્યો છે કે, ઉત્તર પ્રદેશ પોલીસે આઝમગઢ અને રામપુર સંસદીય સીટો પર લોકસભા ઉપચૂંટણીની પૂર્વ સંધ્યાએ વિવાદ સર્જ્યો છે. ખાનના જણાવ્યા અનુસાર, યૂપી પોલીસે લોકસભા ઉપચૂંટણીના પહેલા દિવસે રામપુરમાં સપાના લોકસભા ઉમેદવાર સાથે ‘અભદ્ર’ વ્યવહાર કર્યો. આઝમ ખાને કહ્યું કે, હું આખી રાત જાગતો રહ્યો, અમારા લોકસભા ઉમેદવાર ગંજ પોલીસ સ્ટેશન, કોતવાલી પોલીસ સ્ટેશન અને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન (રામપુરમાં) ગયા હતા, સૌથી અભદ્ર વ્યવહાર ગંજ પોલીસ સ્ટેશનમાં નિરીક્ષક દ્વારા કરવામાં આવ્યો હતો, તે ખૂબ જ આક્રમક હતો, જો મતદાન ઓછું થાય તો દોષ પ્રશાસનનો રહેશે.

આઝમ ખાને કહ્યું કે, જો મતદાનની ટકાવારી ઓછી થશે, તો દોષ સરકારનો પણ છે, તેમણે આખી રાત કહેર મચાવ્યો છે. સાયરન વગાડતી જીપ શહેર (રામપુર)માં દરેક જગ્યાએ હતી, તે લોકોને પોલીસ સ્ટેશન લઈને જતા અને પછી તેમને મારતા હતા, મેં કંઈક પૈસા આપવા વિશે પણ સાંભળ્યું છે, આ શરમજનક છે.

હું એક ક્રિમિનલ છું, હું માનું છું... એ જ કારણે મારા શહેરને પણ એવું માનવામાં આવ્યું છે, તેઓ જે ઈચ્છે તે કરી શકે છે, અમારે સહન કરવું પડશે. જો મારે રહેવું હોય, તો મને સહન કરવું પડશે. નોંધનીય છે કે, આઝમ ખાન હાલમાં અનેક આપરાધિક મામલાઓનો સામનો કરી રહ્યા છે.

આઝમગઢ ઉપચૂંટણી સપા પ્રમુખ અખિલેશ યાદવના રાજીનામાંના કારણે થઇ રહ્યું છે, આ વર્ષની શરૂઆતમાં થયેલી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા માટે અખિલેશ યાદવ ધારાસભ્ય ચૂંટાયેલા હતા. એવી જ રીતે આઝમ ખાને પણ રાજ્ય વિધાનસભા માટે ચૂંટાયા પછી પોતાની રામપુર લોકસભા સીટ ખાલી કરી દીધી હતી.

અખિલેશ યાદવે કરહલ વિધાનસભા સીટથી ધારાસભ્યના રૂપમાં જીત મેળવી હતી, જ્યારે આઝમ ખાન રાજ્યના રામપુર નિર્વાચન ક્ષેત્રથી ચૂંટાયા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજ પાર્ટીની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.