- National
- રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા સમય પહેલા થશે પૂરી, જાણો કેમ લેવો પડ્યો આ નિર્ણય
રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા સમય પહેલા થશે પૂરી, જાણો કેમ લેવો પડ્યો આ નિર્ણય

દેશમાં એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી થવાની સંભાવના છે. આ ચૂંટણી અગાઉ રાજકીય પાર્ટીઓએ પોતાની રણનીતિ તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત અગાઉ ઘણી પાર્ટીઓ ઉમેદવારોના નામો પર વિસ્તારથી ચર્ચા કરી રહી છે. આ અનુસંધાને કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહી છે. આ વખત યાત્રા મિઝોરમથી શરૂ થઈ હતી અને તેને મુંબઇમાં સમાપ્ત થશે. તો હવે આ યાત્રા, પ્લાનિંગથી એક અઠવાડિયા અગાઉ સમાપ્ત થવાની સંભાવના છે.
ગયા મહિને 14 જાન્યુઆરીથી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા 20 માર્ચે મુંબઇમાં સમાપ્ત થવાની હતી. જો કે, હવે માનવામાં આવી રહ્યું છે કે યાત્રા હવે સમય પહેલા જ સમાપ્ત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, યાત્રાને થોડી તેજી આપી દેવામાં આવી છે. પહેલા દિવસે 70 કિલોમીટરની સફર નક્કી કરવાની પ્લાનિંગ હતી. હવે એ 100 કિલોમીટર પ્રતિ દિવસના હિસાબે ચાલી રહી છે. આ યાત્રા આ અઠવાડિયે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. એ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને એક મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. હવે યાત્રા 11 દિવસની જગ્યાએ 6-7 દિવસની અંદર જ સમાપ્ત થશે.
ઉત્તર પ્રદેશમાં આ યાત્રા 28 લોકસભા વિસ્તારોમાંથી થઈને પસાર થવાની હતી, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીટ વારાણસી, રાયબરેલી, અમેઠી, અલ્લાહાબાદ, ફૂલપુર અને લખનૌ પણ સામેલ છે. તેના મુખ્ય માર્ગ ચંદોલી, વારાણસી, ઝોનપુર, અલ્લાહાબાદ, ભદોહી, પ્રતાપગઢ, અમેઠી, રાયબરેલી, લખનૌ, હરદોઇ, સીતાપુર, બરેલી, મુરાદાબાદ, રામપુર, અમરોહા, અલીગઢ, બદાયુ, બુલંદશહર અને આગ્રા જેવા ક્ષેત્ર સામેલ હતા. યાત્રા હવે પશ્ચિમી ઉત્તર પ્રદેશના મોટા ભાગના જિલ્લાઓને છોડી દેશે અને મધ્ય પ્રદેશમાં જવા અગાઉ સીધી લખનૌથી અલીગઢ અને પછી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આગ્રા સુધી યાત્રા કરશે.
તેમાં સૌથી ખાસ વાત એ છે કે RLD જેની પશ્ચિમ ઉત્તર પ્રદેશના પકડ છે, તે ભાજપ સાથે જવાની પ્લાનિંગ કરી રહી છે. જો કે, કોંગ્રેસ પાર્ટીના અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં યાત્રા ઓછી કરવાના નિર્ણયનું RLD સાથે રાજનીતિક ઘટનાક્રમ સાથે કોઈ પણ લેવું દેવું નથી. તેમણે કહ્યું કે, અમે યાત્રા ધીરે કરવા માગતા હતા જેથી રાહુલ ગાંધી વધુમાં વધુ લોકોને મળી શકે છે. આ યાત્રા પહેલા સમાપ્ત થવાની યોજના એટલે પણ બનાવવામાં આવી કેમ કે રાહુલ ગાંધીને ચૂંટણી પ્રચાર માટે વધુ સમય મળી શકશે.
INDIA ગઠબંધને આ મહિનાના અંતમાં કર્ણાટકમાં પોતાની પહેલી સંયક્ત રેલી આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. નીતિશ કુમારની JDU, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પશ્ચિમ બંગાળ અને પંજાબમાં એકલાના ચૂંટણી લડવાના નિર્ણય બાદ ગઠબંધનમાં ખૂબ ઉથલ-પાથલ મચી છે. સાથે જ RLD પણ જલદી જ ભાજપમાં સામેલ થવાની યોજના બનાવી રહી છે. કોંગ્રેસ આગામી મહિને મુંબઇમાં યાત્રા સમાપ્ત થવા પર INDIA ગઠબંધનની બધી પાર્ટીઓને આમંત્રિત કરવાની યોજના બનાવી રહી છે.
Related Posts
Top News
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ
Opinion
