- National
- ‘આ શશિ થરૂરનું અપમાન’, હાઈકમાન પર કેમ ગુસ્સે થયા કોંગ્રેસ નેતા? જાણો શું છે આખો મામલો
‘આ શશિ થરૂરનું અપમાન’, હાઈકમાન પર કેમ ગુસ્સે થયા કોંગ્રેસ નેતા? જાણો શું છે આખો મામલો

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પાસેથી ઓલ પાર્ટી ડેલિગેશન માટે નેતાઓના નામના સૂચન માગ્યા હતા. કોંગ્રેસે 4 નામ આપ્યા હતા- આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડૉ. સૈયદ નસીર હુસૈન અને રાજા બરારના આપ્યા હતા. જોકે, લિસ્ટમાં તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનું નામ ન હોવા છતા, કેન્દ્ર સરકારે તેમને ‘ટીમ ઈન્ડિયા’માં સામેલ કર્યા. પાર્ટી હાઇકમાન્ડના નિર્ણય પર કોંગ્રેસના નેતાએ જ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

કોંગ્રેસ નેતા કે સુધાકરને, શશિ થરૂરના નામને લિસ્ટમાં ન સામેલ કરવાના હાઇકમાન્ડના નિર્ણય પર હેરાની વ્યક્ત કરી. તેમણે તેને થરૂરનું અપમાન ગણાવ્યું. સુધાકરનનું કહેવું છે કે શશિ થરૂર એક સક્ષમ નેતા અને પાર્ટીના વફાદાર સભ્ય છે. એટલે તેમને આ રીતે અલગ-થલગ કરવા યોગ્ય નથી. મીડિયા રિપોર્ટ મુજબ, સુધાકરને થરૂરના પાર્ટી છોડવાની અફવાઓને પણ ખોટી ગણાવી છે. સુધાકરને કહ્યું કે તેમણે થરૂર સાથે વાત કરી છે અને તેમને વિશ્વાસ છે કે તેઓ પાર્ટી નહીં છોડે. તેમણે કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના પ્રમુખ પદ પરથી હટાવવા પર રાહત અનુભવવાની વાત કરતા કહ્યું કે તેઓ પક્ષ પ્રત્યે વફાદાર રહેશે. તેઓ ચૂંટણી સંબંધિત કાર્યોમાં સક્રિય રૂપે ભાગ લેશે અને બૂથ સ્તરે કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરશે.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે વિદેશ જઈ રહેલા ઓલ પાર્ટી ડેલિગેશનમાં સભ્યોની પસંદગી પોતાના દમ પર કરી છે. તેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર એક પ્રતિનિધિમંડળની આગેવાની કરી રહ્યા છે. પરંતુ તેમના નામ પર પોતે તેમની કોંગ્રેસ પાર્ટીએ જ ન માત્ર આપત્તિ દર્શાવી, પરંતુ પોતાની તરફથી અલગ નામ પણ મોકલી દીધા. કોંગ્રેસની આ લિસ્ટમાં થરૂરનું નામ નહોતું. તો સરકારની આ લિસ્ટમાં, આનંદ શર્મા એકમાત્ર કોંગ્રેસ નેતા હતા જેમને કોંગ્રેસની લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ તરફથી થરૂર બાબતે એવી ટિપ્પણી પણ કરવામાં આવી હતી કે ‘કોઈનું કોંગ્રેસમાં હોવું અને કોંગ્રેસનું હોવું’ વચ્ચે તફાવત છે.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)