દિલ્હીમાં ચલણમાંથી નીકળી ગયેલી રૂ. 500-1000ની નોટોથી ભરેલી બેગ મળી!

નોટબંધીના નવ વર્ષ પછી, રાજધાની દિલ્હીમાં જૂની 500 અને 1000 રૂપિયાની નોટોથી ભરેલી ઘણી બેગ મળી આવી છે. તેમની કુલ કિંમત રૂ. 3.60 કરોડ હોવાનો અંદાજ મુકવામાં આવે છે. પોલીસે ઉત્તર દિલ્હીના વઝીરપુર વિસ્તારમાં શાલીમાર મેટ્રો સ્ટેશન નજીકથી આ મોટી માત્રામાં જૂની નોટો જપ્ત કરી છે. તેની સાથે પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી છે.

મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, આરોપીઓએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, તેમને કમિશનની લાલચ આપવામાં આવી હતી. બે યુવાનો, તરુણ અને આશિષ, તેમને જૂની નોટો પૂરી પાડતા હતા. પોલીસ હાલમાં તરુણ અને આશિષની પણ શોધ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને એક સૂચના મળી હતી, જેના આધારે વઝીરપુર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, જૂની 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટોથી ભરેલી ઘણી બેગ મળી આવી હતી. ચિંતાજનક વાત એ છે કે, આટલી બધી મોટી માત્રામાં મળી આવેલી ચલણી નોટ 2016માં અમાન્ય જાહેર કરવામાં આવી હતી.

હાલમાં, પોલીસની પ્રાથમિક તપાસમાં સૌપ્રથમ એ નક્કી કરવાનું છે કે, આ નાણાંના સ્ત્રોત અને આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમે જે લોકોની અટકાયત કરી છે, તેમની પૂછપરછ કરી રહ્યા છીએ. રોકડ ક્યાંથી આવી અને આ નેટવર્કમાં કેટલા લોકો સામેલ છે તેની માહિતી અમે એકત્રિત કરી રહ્યા છીએ.'

Delhi-Police-Currency1
navbharattimes.indiatimes.com

આ કેસમાં પોલીસે જે ચાર માણસોની ધરપકડ કરી છે તે લોકોએ આ જૂની 500 અને 1000 રૂપિયાની નોટો ઓછી કિંમતે વેચવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ દાવો કર્યો હતો કે, આ જૂની નોટો હજુ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં બદલી શકાય છે.

એક અંગ્રેજી અખબારે તેના અહેવાલમાં કહ્યું હતું કે, એક મોટી ગેંગ ઓછી કિંમતે જૂની નોટો બદલવાનું વચન આપીને લોકોને છેતરતી હતી. ગેંગે દાવો કર્યો હતો કે, RBIમાં તેમનું આધાર કાર્ડ બતાવીને જૂની નોટો બદલી શકાય છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, બધા આરોપીઓ ઝડપી અને ગેરકાયદેસર પૈસા કમાવવા માંગતા હતા. આ કારણોસર, તેઓએ આ નેટવર્ક ઉભું કર્યું અને જૂની 500-1000 રૂપિયાની નોટો બદલવાની રમત શરૂ કરી દીધી.

પોલીસના જણાવ્યા અનુસાર, તરુણ અને આશિષે તેમને નોટો બદલવા માટે 20 ટકા કમિશન આપતા હતા. બધા વ્યવહારો અને સંદેશાવ્યવહાર મોબાઇલ ફોન દ્વારા કરવામાં આવતા હતા. પોલીસ હાલમાં તરુણ અને આશિષ બંનેને શોધી રહી છે.

About The Author

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.