પ્રયાગરાજમાં અતીકના વકીલની ગલીમાં બોમ્બ ફેંકી ડર ફેલાવવાનું ષડયંત્ર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની કટરા ગોબર ગલીમાં એક દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો છે. આ ગલીમાં માફિયા અતીક એહમદનો વકીલ રહે છે. ઘટના બાદથી જ લોકોમાં ડરનો માહોલ છે. હાલ બોમ્બથી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. કર્નલગંજ પોલીસ મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બોમ્બ ડર ફેલાવવાના ઉદ્દેશ્યથી ફેંકવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, તેમને કટરા ગોબર ગલીમાં બોમ્બ ફેંકવાની સૂચના મળી હતી. ઘટના સ્થળ પર પહોંચવા પર જાણકારી મળી છે કે, બે પક્ષોની વચ્ચે વિવાદ થયો હતો, દરમિયાન એક પક્ષ પર બોમ્બથી હુમલો કર્યો પરંતુ કોઈને ઈજા નથી આવી. આ હુમલો દયાશંકર મિશ્રના ઘરની સામે ગલીમાં થયો. પરંતુ, અફવા ફેલાઇ ગઈ કે હુમલો દયાશંકર મિશ્રના ઘર પર થયો છે. આ સૂચના સંપૂર્ણરીતે ખોટી અને ભ્રામક છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રયાગરાજના પોલીસ કમિશનરે ટ્વિટ કરીને જણાવ્યું કે, કટરાની ગોબર ગલીમાં બોમ્બ ફેંકવાની ઘટના બે પક્ષો વચ્ચે આપસી વિવાદના કારણે થઈ. અતીક એહમદના વકીલના ઘર પર હુમલાની વાત સંપૂર્ણરીતે ખોટી છે.

માફિયા અતીક એહમદની પત્ની શાઇસ્તા પરવીન પર ચાર ક્રિમિનલ કેસ દાખલ છે, તે ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપી છે. હત્યા બાદથી શાઇસ્તા પરવીન ફરાર છે. આથી તેને શોધવા પોલીસ છાપા મારી રહી છે. શાઇસ્તા અશરફના સાસરા મારિયાડીહમાં હશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કારણે શાઇસ્તાની શોધમાં પ્રયાગરાજ પોલીસ છાપા મારી રહી છે. પોલીસે શાઇસ્તા પર 50 હજાર રૂપિયાનું ઇનામ રાખ્યું છે. મારિયાડીહ ગામમાં ભારે સંખ્યામાં પોલીસ તહેનાત છે. પોલીસને આશંકા છે કે, શાઇસ્તા પ્રયાગરાજના મારિયાડીહ ગામમાં સંતાઇ છે.

માફિયા અતીક એહમદ અને તેના ભાઈ અશરફ એહમદની 15 એપ્રિલે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોરોએ આ હુમલો એ સમયે કર્યો હતો, જ્યારે પોલીસ બંનેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈને આવી હતી. એ જ સમયે પત્રકાર બનીને આવેલા હુમલાખોરોએ અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હુમલાખોરોના નામ અરૂણ મૌર્ય, સની પુરાને અને લવલેશ તિવારી છે. ત્રણેય હાલ પોલીસ કસ્ટડીમાં છે. ત્રણેયે પોલીસની હાજરીમાં મીડિયાની સામે અતીક અને અશરફને ગોળી મારી તેમની હત્યા કરી દીધી હતી.

About The Author

Related Posts

Top News

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, સાઉદી અરેબિયાએ 4,700થી વધુ...
World 
વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.